પાલીકાની જગ્યા માં કેબીન, લારી,મંડપ નાખી ભાડું વસુલવામાં આવતા હોવાની ફરીયાદો ના આધારે ડીમોલેશન કરવામાં આવ્યું
હળવદ સિનિયર સિટીઝન પાર્ક પાસે નગરપાલિકા વિસ્તારમાં શહેરમાં મેઈન રોડ, સોસાયટી વિસ્તારમાં હાઈવે રોડ પર વગેરે કીંમતી સરકારી જગ્યા પર જમીન માફિયા દ્વારા નગરપાલિકા ની જમીન પર દબાણ કરી,અમુક દબાણકારો દ્વારા બિઝનેસ માટે પતરાં વાળી કેબીન, દુકાનો ,લારીઓ,મંડપ ઉભા કરી ભાડા પેટે વેપારીઓ ને આપવામાં આવે છે અને મશ મોટો ભાડું વસુલતા હોવાની ફરીયાદો ના આધારે હળવદ નગરપાલિકા દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતુ,
હળવદ સિનિયર સિટીઝન પાર્ક પાસે ગેરકાયદેસર દબાણનો રાફડો ફાટ્યો હતો જેના અનુસંધાને હળવદ નગરપાલિકા પ્રમુખ એન્જિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર હળવદ પોલીસ તથા સ્ટાફ દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અને કોઈની પણ શહેશરમ રાખ્યા વગર ડીમોલેશન આગામી દિવસોમાં પણ કરવામાં આવશે તેવું નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું.