મોરબી જિલ્લા કલેકટર દ્વારા લોક સભા ચુંટણી ૨૦૨૩ અંતર્ગત મંજૂર થયેલ હંગામી મહેકમ ભરવા માટે જાહેર સેવાના હિતાર્થે અને વહીવટી સરળતા માટે નાયબ મામલતદાર તથા ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓની બદલી કરી નિમણુક કરવામાં આવી છે.
ગાંધીનગરના સામાન્ય વહીવટી વિભાગના ઠરાવથી લોકસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૪ ના સંચાલક માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, ચુંટણી અધિકારી, મદદનીશ ચુંટણી અધિકારી અને તાલુકા મામલતદાર કચેરી ખાતે ૦૧/૧૧/૨૦૨૩ થી ૩૧/૦૫/૨૦૨૪ સુધી નાયબ મામલતદાર, ક્લાર્ક, ડેટા એન્ટ્રી, ઓપરેટર,ડ્રાઈવર, પટ્ટાવાળાની જગ્યા હંગામી મહેકમ મંજૂર કરાયું છે. જે મહેકમ ભરવા જાહેર સેવાના હિતાર્થે અને વહીવટી સરળતા ખાતર નાયબ મામલતદાર અને ક્લાર્ક સંવર્ગ ના કર્મચારીઓની બદલી અને નિમણુક કરવાના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં પી.એચ.પરમારની બદલી સ્વ. વિનંતી ને આધારે કરેલ હોવાથી અન્ય ભથ્થા મળવા પાત્ર રહેશે નહિ. તેમજ કર્મચારીઓ પર મહેકમનો ખર્ચ મંજુર થયેલ ગ્રાન્ટ માંથી ઉધારવાનો રહેશે.
૦૧) માળીયા મીયાણાના નાયબ મામલતદાર પી.એચ.પરમાર ની નાયબ મામલતદાર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કચેરી મોરબી ખાતે,
૦૨) મોરબી પ્રાંત કચેરીના નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી) જી.વી.પઢિયારની નાયબ મામલતદાર, મદદનીશ ચુંટણી અધિકારી ૦૧- કચ્છ સંસદીય મત વિભાગ અને પ્રાંત કચેરી મોરબી,
૦૩) મોરબી જિલ્લા પુરવઠા અધિકારીના સપ્લાય ઇન્સ્પેકટર એમ.બી.રાઠોડની નાયબ મામલતદાર મદદનીશ ચુંટણી અધિકારી ૧૦- રાજકોટ સંસદીય મત વિભાગ અને નાયબ કલેકટર -૦૨ મોરબીની કચેરી ખાતે,
૦૪) વાંકાનેર નાયબ મામલતદાર -૧ મેજિસ્ટ્રેટ પ્રાંત કચેરીના જે. એ.માથકીયાની નાયબ મામલતદાર મદદનીશ ચુંટણી અધિકારી ૧૦- રાજકોટ સંસદીય મત વિભાગ અને પ્રાંત કચેરી વાંકાનેર ખાતે,
૦૫) મામલતદાર કચેરી મોરબી ગ્રામ્યના કે.જી.ગામી ની નાયબ મામલતદાર મામલતદાર કચેરી મોરબી ગ્રામ્ય ખાતે,
૦૬) નાયબ મામલતદાર (એડીએમ) મામલતદાર કચેરી મોરબી ગ્રામ્યના બી. ટી. પેથાપરાની નાયબ મામલતદાર, મામલતદાર કચેરી મોરબી ગ્રામ્ય ખાતે,
૦૭) નાયબ મામલતદાર (પુરવઠા), મામલતદાર કચેરી ટંકારાના વી.એમ. બાવરાવાની નાયબ મામલતદાર, ૬૬- ટંકારા વિધાનસભા મત વિસ્તાર અને મામલતદાર કચેરી ટંકારા ખાતે,
૦૮) નાયબ મામલતદાર (પુરવઠા), મામલતદાર કચેરી માળીયા મિંયાણાના એલ. એસ. ઠાકર ની નાયબ મામલતદાર, ૬૫- મોરબી વિધાનસભા મત વિસ્તાર અને મામલતદાર કચેરી માળીયા મિંયાણા ખાતે,
૦૯) નાયબ મામલતદાર (દબાણ) મામલતદાર કચેરી હળવદના આર.એચ.ગોસ્વામી ની નાયબ મામલતદાર, ૬૭- વાંકાનેર વિધાનસભા મત વિભાગ અને મામલતદાર કચેરી વાંકાનેર ખાતે,
૧૦) નાયબ મામલતદાર (એટીવીટી), મામલતદાર કચેરી હળવદના પી.એચ. સોલંકી ની નાયબ મામલતદાર, ૬૪- ધાંગ્રધા વિધાનસભા મત વિસ્તાર અને મામલતદાર કચેરી હળવદ ખાતે,
૧૧) મહેસૂલી તલાટી મામલતદાર કચેરી મોરબી ગ્રામ્યના જે.બી. લીખીયાની કલાર્ક મામલતદાર કચેરી, મોરબી ગ્રામ્ય ખાતે,
૧૨) મહેસૂલી તલાટી મામલતદાર કચેરી મોરબી ગ્રામ્ય ના એચ.એમ.ભૂત ની કલાર્ક મામલતદાર કચેરી મોરબી ગ્રામ્ય,
૧૩) મહેસૂલી તલાટી મામલતદાર કચેરી ટંકારા ના એસ. ડી. કોરિંગા ની ક્લાર્ક ૬૬ – ટંકારા વિધાનસભા મત વિભાગ અને મામલતદાર કચેરી માળીયા મીયાણા ખાતે,
૧૪) ક્લાર્ક (મભોયો), મામલતદાર કચેરી માળીયા મીયાણાના બી.પી.પટેલની કલાર્ક ૬૫- મોરબી વિધાનસભા મતવિભાગ અને મામલતદાર કચેરી માળીયા મિંયાણા ખાતે,
૧૫) મહેસૂલી તલાટી, મામલતદાર કચેરી વાંકાનેરના વી. આર. વોરાની ક્લાર્ક ૬૭- વાંકાનેર વિધાનસભા મતવિભાગ અને મામલતદાર કચેરી વાંકાનેર ખાતે,
૧૬) ક્લાર્ક (રેવન્યુ),મામલતદાર કચેરી હળવદ ના પી.ડી. ખીખાણી ની ક્લાર્ક, ૬૪- ધાંગધ્રા વિધાનસભા મત વિભાગ અને મામલતદાર કચેરી હળવદ ખાતે,
૧૭) ક્લાર્ક (હિસાબી), કલેકટર કચેરી અને મોરબી ક્લાર્ક (મહેકમ-૨), (ઈ- સેવા,LRC,RTI) કલેકટર કચેરી મોરબી વધારા નો હવાલો વાળાની ક્લાર્ક (મતય) જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કચેરી મોરબી ખાતે,
૧૮) ક્લાર્ક (જનરલ), કલેકટર કચેરી મોરબી એન. ટી. કણઝરીયા ની ક્લાર્ક ૬૬- ટંકારા વિ. મ. વિ. સને નાયબ કલેકટર -૨ ની કચેરી મોરબી ખાતે નિમણુક કરવામાં આવી છે. તેમજ ૩૧/૦૫/૨૦૨૪ અથવા કામગીરી પૂર્ણ થાય તે બે માંથી જે વહેલું હોય ત્યાં સુધી કર્મચારીઓની મહેકમ રહેશે તેમજ કર્મચારીઓની બદલી થયેલ ખાલી પડેલ જગ્યાઓના ચાર્જ ની આંતરિક વ્યવસ્થા સબંધિત કચેરીના વડાઓને કરવાની રહેશે. તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કચેરી, મદદનીશ ચુંટણી અધિકારી ની કચેરી તથા મામલતદાર કચેરી દીઠ મંજૂર થયેલ ડ્રાઇવર, પટ્ટાવાળા તથા ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા સંબધિત કચેરીના વડાઓએ ઠરાવ મુજબ માન્ય એજન્સીઓ દ્વારા આઉટસોર્સથી ભરવાની રહેશે તેવો હુકમ પણ કરવામાં આવ્યો છે..