હળવદ નાં રાયધ્રા ગામ ની પ્રાથમિક શાળા માં મતદાન મથક ઉપર નાહવા ધોવા તથા લેટ્રીન જવામાટે ની કોઈ જ સગવડ નથી.ઝોનલ અધિકારી ને તથા હળવદ મામલતદાર ને આ બાબતે ચૂંટણી ફરજ ના કમૅચારીઓ એ જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. તંત્ર ને જાણ કરતા જણાવેલ કે આજનો દિવસ તકલીફ સહન કરી લેવા ની.આ બાબતે છેલ્લી ત્રણ ચૂંટણી થી રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં અધિકારીઓ કયા કારણ થી બુથ બદલતા નથી.તેવો સણસણતો સવાલ ઉઠી રહ્યો છે.શાળાના આચાર્યશ્રીએ બે વખત લેખિત માં રજૂઆત કરેલ છે તેમ છતાં તેમનું પણ ચૂંટણી અધિકારી ધ્યાને લીધેલ નથી.
ગત વખતની ચૂંટણી ના પ્રિસાઇડિંગ એ પણ પોતાની ડાયરીમાં રજૂઆત કરેલ પરંતુ કોઈપણ અધિકારીએ તે જોવાની તસ્દી આજ દીન સુધી લીધી નથી.ચૂંટણી પહેલાં આ મતદાન મથક નું નિરીક્ષણ કરવા મા આવેલ અઘિકારી એ શું તપાસ કયૉ વગર જ મતદાન મથક નક્કી કરી નાખેલ છે તો શું કોઈ પણ જાત ની સગવડ વગર આવા મતદાન મથકો ઉભા કરવામાં આવેલા છે. તો ચુંટણી ની ફરજ માં આવેલા કમૅચારીઓ ને તો જાણે ઢોર ના ડબ્બા માં ચુંટણી ની ફરજ બજાવવા ની કે પછી તેમને સવારે શોચ કિયૉ કરવા જવું તો ક્યાં જવાનું તો સરકાર શું ચુંટણી માં લાખો રૂપિયા ના ખચૉ કરવા મા આવે શે તો આવા મતદાન મથકો ઉપર મતદાન કેન્દ્ર રાખવા નો શું અથૅ્.તેવુ કમૅચારીઓ માં ચર્ચાઇ રહયુ છે.શું હળવદ મામલતદાર જાતે તપાસ કરી હશે તો તેમને કોઈ પણ જાત ની સગવડ મતદાન શોભા ના ગાંઠીયા સમાન રાખવા ની શું જરૂરિયાત તેવું કર્મચારીઓ ચર્ચાઇ રહ્યું છે.હવે પછી ની ચુંટણી માં આ બુથ ફેરવા મા આવે. કે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે,
મયુર રાવલ હળવદ