Wednesday, January 15, 2025
HomeGujaratહળવદની દેવળીયા ચોકડી પાસે ડીવાઇડર ટપી ભટકાયેલ ફોર્ચ્યુનરની ઠોકરે ટ્રેલર ગોથું મારી...

હળવદની દેવળીયા ચોકડી પાસે ડીવાઇડર ટપી ભટકાયેલ ફોર્ચ્યુનરની ઠોકરે ટ્રેલર ગોથું મારી ગયું: કાર ચાલકનું મોત

હળવદની દેવળીયા ચોકડી પાસે વિચિત્ર અકસ્માતની ઘટના પ્રકાસમાં આવી છે જેમાં વાયુવેગે આવતી ફોર્ચ્યુનર કાર ડીવાઇડર ટપી ટ્રેલર સાથે ધડાકભેર અથડાઈ હતી આ અકસ્માતમાં ફોર્ચ્યુનરની ઠોકરે ટ્રેલર ગોથું મારી ગયું હતું જેમાં ગંભીર ઇજા થતાં ફોર્ચ્યુનરના ચાલકને કાળ ભેટી ગયો હતો.

- Advertisement -
- Advertisement -

આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર હળવદની દેવળીયા ચોકડીપાસે સુનિલભાઇ સામજીભાઇ બારીયાએ પોતાની ફોર્ચયુનર કાર નંબર GJ18BH3274 લઇ પુર પાટ ઝડપે પસાર થઇ રહ્યો હતો આ દરમિયાન સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બેકાબુ કાર ડિવાઇડર ટપી રોંગ સાઇડમાં આવી રહેલ ટ્રક ટ્રેલર રજી નં. RJ09GD0698 ની સામે ભટકાઇ હતી. આ અકસ્માતમાં ટ્રક પલટી ખાઈ ગયો હતો. ત્યારે ફોર્ચ્યુનર કારમાં પણ ભારે નુકશાન થયું હતું. તેમજ ફોર્ચ્યુનર કાર ચાલક સુનિલભાઇને ગંભીર ઈજાઓ પહોંચતા કાર ચાલકનું મોત નિપજ્યું હતું. આ મામલે હળવદ પોલીસે જગપાલસિંહ ભવરસિંહ સોલંકી (ઉ.વ. ૩૩ ધંધો.ટ્રાન્સ્પોટ રાજસ્થાન)ની ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!