Wednesday, January 15, 2025
HomeGujaratહળવદ તાલુકામાં ઘનશ્યામ નગર નવા ધનાળા ગ્રામ પંચાયત સરપંચ અને ઉપસરપંચ બિન...

હળવદ તાલુકામાં ઘનશ્યામ નગર નવા ધનાળા ગ્રામ પંચાયત સરપંચ અને ઉપસરપંચ બિન હરીફ જાહેર

હળવદ તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના પડઘમ શરૂ થઇ ચૂકયા છે. હળવદ તાલુકામાં ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યોની ચૂંટણી જાહેર થતાં હવે રાજકીય ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો છે. ત્યારે હળવદ તાલુકાનાના ઘનશ્યામ નગર નવા ધનાળા ગ્રામ પંચાયત સરપંચ તરીકે નિમિષાબેન સતિષભાઈ તારબુદીયા, અને ઉપ સરપંચ તરીકે અનસોયાબેન નરશીભાઈ કણઝરીયાની બિન હરીફ જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ગામમાં સરપંચ, ઉપસરપંચથી લઈને તમામ પેનલ સભ્યોમાં તમામ મહિલાઓ આગેવાની કરશે. સમસ્ત ગ્રામ લોકો દ્વારા ઉમેદવારો ઉપર પુરતો વિશ્વાસ રાખીને યોગ્ય રીતે નિર્ણય લઈ ને ગામના વિકાસ માટે જરૂરી સરકારી લાભ થાય અને ગામની એકતા મજબુત બને એવા ઉમદા હેતુ થી ઠેર ઠેર સામાજીક કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા અભિનંદનની વર્ષા કરી ને તાલુકાનું ગૌરવ વધારેલ છે. સમસ્ત ઘનશ્યામ નગર ગામના યુવાનો થતાં આગેવાનોના સહકારથી સમરસ ગ્રામ પંચાયત જાહેર થયેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!