Sunday, September 8, 2024
HomeGujaratહળવદ બ્રહ્મ સમાજના મહિલા અગ્રણી ડો ઉર્વશીબેન પંડયા ની ગુજરાત પ્રદેશ ભાજપના...

હળવદ બ્રહ્મ સમાજના મહિલા અગ્રણી ડો ઉર્વશીબેન પંડયા ની ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તરીકે વરણી

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર.પાટીલ ની સૂચના અને પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ અને મહિલા મોરચા ના પ્રભારી ગોરધન ભાઈ ઝડફિયા સાથે ચર્ચા વિચારણા કરી ને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દીપિકા બેન સરડવા દ્વારા પ્રદેશ ભાજપના મહિલા મોરચાના વિવિધ હોદ્દાઓ પર નિમણુક ની જાહેરાત કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં હળવદ બ્રહ્મ સમાજના મહિલા અગ્રણી અને સુરેન્દ્રનગર જિલ્લાના મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ અને મોરબી જિલ્લા મહિલા મોરચાના પુવૅ મહામંત્રી રહી ચૂકેલા એવા ડો. ઉર્વશીબેન પંડ્યાની ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ તરીકે વરણી થતા હળવદ બ્રહ્મ સમાજમા હષૅની લાગણી વ્યાપી જવા પામી છે.તેમજ પ્રદેશ ઉપાધયક્ષ ડૉ.ઉર્વશીબેન પંડ્યા ની સાથે પ્રદેશ મહામંત્રી તરીકે વડોદરાના સીમા બેન મોહિલે અને પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે ગાંધીનગર ના ડો.મીરા બેન વાટલિયા ની વરણી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!