ભરશિયાળે હળવદ શહેરનાં સરા રોડ પર આવેલ મેલડીમાના મંદિર પાસે પાણીની લાઈન લીકેજ થતાં ચારેકોર પાણી ફરી વળતા હજારો લીટરનો વેડફાટ થઈ રહ્યો છે. આથી સરા રોડથી સરાના નાકા સુધી પાણી વહી ગયું હતું. તેના કારણે રાહદારીઓને તેમજ વાહન ચાલકોને પરેશાન ભોગવવાનો વારો આવ્યો હતો. છેલ્લા બે દિવસથી અહીં લાઈન લીકેજ થઇ હોવા છતાં પાલિકા તંત્ર પાસે તેને રીપેર કરવા ટાઈમ નથી ?
હળવદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા સરા રોડ ઉપર નવેનાથના મેલડીમાના મંદિર પાસે છેલ્લા 2 દિવસથી પાણીની લાઈન લીકેજ થઇ છે. આથી સરા રોડથી સરાના નાકા સુધી ચારેકોર પાણી ફરી વળતા હજારો લીટરનો વેડફાટ થયો હતો. બે દિવસથી પાણી લીકેજ થતા નગરપાલિકા તંત્ર પાસે તેને રીપેર કરવા ટાઈમ ન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હજારો લિટર પાણી વેડફાઈ જતા શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. સરા રોડ પર મેલડીમાના મંદિર થી ગંગા તલાવડી સુધી વરસાદી પાણીના મીની તલાવડા ભરાયા હતા. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. આથી પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી પાણીની લાઈન રિપેરીંગ કરે તેવી હળવદવાસીઓમાં માંગ ઉઠી છે.