હળવદ પંથકમાં રેતી ચોરીના કાળા કારોબારને અટકાવવા વધુ એક વખત હળવદ પોલીસ અને ખાણ ખનીજ ખાતાએ સહિયારું ઓપરેશન પાર પાડી ચાડધ્રા ગામની નદીમાં રેતી ચોરી કરતા ડમ્પર અને હિટાચી મશીન ઝડપી લીધું હતું.
રેતી ચોરી અર્થે અગાઉથી જ બદનામીનો માર ભોગવતા હળવદ પંથકમાં વધુ એક રેતી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે.રેતી ચોરોના પાપે હળવદમઆ રેતીનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે ત્યારે પોલીસ અને ખાણ ખનીજ વિભાગે ચાડધ્રા ગામની નદીમાં રેઇડ પાડી હીટાચી મશીન, ડમ્પર અને ૩૦ ટન ચોરાઉ રેતી સહીત ૩૨ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હીટાચી મશીન ડમ્પર સહિતનો મુદ્દામાલ સીઝ્ કરી હળવદ પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.