ટંકારાના માર્ગો પુજ્ય દયાનંદગીરી બાપુની જયજયકારથી ગુંજી ઉઠયા
ચરાડવા ખાતે આવેલા શ્રી મહાકાળી આશ્રમથી દ્વારકાધીશના દરબારની પગપાળા પવિત્ર યાત્રા આજે સવારે ૧૦ વાગ્યે ટંકારા પધારી હતી. પરમ પૂજ્ય દયાનંદગીરી બાપુના સાનિધ્યમાં આશ્રમના મહંત શ્રી અમરગીરી બાપુ તથા મોટી સંખ્યામાં ભક્તજનો આ યાત્રામાં સહભાગી બન્યા છે.ટંકારા ઓવરબ્રિજ નીચે યાત્રાના ભવ્ય સ્વાગત માટે તાલુકાના તમામ વર્ગના લોકો ઉમટી પડ્યા હતા.
ટૂંકો પરંતુ ભાવપૂર્ણ સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યાત્રીઓને ફૂલહાર, માળા તથા ઠંડા પીણા સાથે ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા.આ પ્રસંગે ટંકારા ઉત્સવ સમિતિ, પાંજરાપોળ મિત્ર મંડળ, સદગુરુ મિત્ર મંડળ, જલારામ યુવા સેવા સમિતિ સહિત તાલુકાના રાજકીય, સામાજિક અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રીઓએ પણ ટંકારાવાસીઓના આ ઉત્સાહ અને ભક્તિભાવની ખુલ્લા દિલે પ્રશંસા કરી હતી.આ પદયાત્રા આગામી 14 ડિસેમ્બરે દ્વારકાધીશના દરબારે પહોંચશે ટંકારામાં મળેલા આ ભવ્ય સ્વાગતથી યાત્રીઓનો ઉત્સાહ બમણો થયો છે અને સમગ્ર વાતાવરણ “જય દ્વારકાધીશ” તથા “જય મહાકાળી માં”ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું













