Monday, December 23, 2024
HomeGujaratહળવદમાં આઇશર ચાલકે ભેંસોને અડફેટે લીધી :બે ભેંસના મોત, એકની હાલત ગંભીર

હળવદમાં આઇશર ચાલકે ભેંસોને અડફેટે લીધી :બે ભેંસના મોત, એકની હાલત ગંભીર

હળવદના ભલગામડા પાસે ગત રાત્રે આઇશર કારનાં ડ્રાઈવરે ત્રણ ભેંસને અડફેટે લેતા બે ભેંસનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. જયારે એક ભેંસની હાલત ગંભીર જાણવા મળી રહી છે. અકસ્માત સર્જીને આઇશરનો ડ્રાઈવર ફરાર થયો હતો.

- Advertisement -
- Advertisement -

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, હળવદ તાલુકામાં માલધારી સમાજના લોકો બહોળી સંખ્યામાં વસવાટ કરે છે. માલધારીઓ પશુપાલન સાથે જોડાયેલા હોય અને પશુઓનું દૂધ વેંચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. માલધારીઓ પોતાના પશુઓને લઈને સિમ વિસ્તારમાં ચારો ચરાવવા માટે જતા હોય છે અને મોડી રાતે પાછા ફરતા હોય છે. ત્યારે ગત રાત્રે હળવદના ભલગામડા પાસે આઇશર ચાલકે ત્રણ ભેંસોને હડફેટે લીધી હતી. જેના કારણે બે ભેંસોનાં ઘટનસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જયારે એક ભેંસની હાલત ગંભીર જાણવા મળી હતી. તેમજ ધટનાની જાણ‌ થતાં જ ઘટનાસ્થળે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!