Wednesday, January 8, 2025
HomeGujaratટંકારામા ઈદે મિલાદનું ઝુલુસ નિકળ્યું, મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા

ટંકારામા ઈદે મિલાદનું ઝુલુસ નિકળ્યું, મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા

ઝુલુસ દરમિયાન સુરક્ષામાં તૈનાત જવાનો ઉપર પુષ્પ વર્ષા થઈ

- Advertisement -
- Advertisement -

સમગ્ર વિશ્વને સદભાવના, એકતા, શાંતિ અને સ્ત્રી સન્માનનો સંદેશ આપનાર ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમ્મદ સ.અ.વ. સાહેબ જન્મદિને ઈદે મિલાદની ટંકારા શહેરમાં કોમી એકતા અને ભાઈચાર સાથે ઉજવણી કરવામાં આવી હતી. ટંકારા હોસ્પિટલ ચોકથી અલગ અલગ કમિટી દ્વારા  પરંપરાગત રીતે ઈદે મિલાદનું ભવ્ય ઝુલુસ શહેરના માર્ગો પર નીકળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. વહેલી સવારથી આકાશી આતશબાજી સાથે ઉજવણીનો પ્રારંભ થયો હતો અને ઢળતી સાંજે ઝુલુસ બાદ સમાજના અગ્રણીઓ દ્વારા સુરક્ષામાં તૈનાત પોલીસ હોમગાર્ડ અને જીઆરડી જવાનો ઉપર પુષ્પ વર્ષા કરી આભાર વ્યક્ત કર્યો હતો.

તહેવારની ઉજવણી પુર્વે અનેરો થનગનાટ જોવા મળ્યો હતો શહેરના મુસ્લિમ વિસ્તાર ઝમઝમનગર, મેઈન બજાર હોસ્પિટલ ચોક નગરનાકુ, પોલીસ લાઈન વિસ્તાર સહિતનો વિસ્તારોમાં રોશની અને શુશોભન કરવામાં આવ્યુ હતું.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!