સૌરાષ્ટ્ર-કચ્છમાં આગવું નામ ધરાવતા હળવદ માર્કેટ યાર્ડની ચૂંટણી જાહેર થયાની સાથે જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે માર્કેટયાર્ડની 14 બેઠકો માટે ફોર્મ ભરાશે. જેને લઇ ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ કરી લીધી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, હળવદ માર્કેટ યાર્ડમાં ક્યારેય કોંગ્રેસ સત્તા પર આવ્યું નથી અહીં વર્ષોથી ભાજપે યાર્ડને પોતાના કબ્જામાં રાખ્યું છે.
હળવદ માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણીના પડઘમ શરુ થઇ ગયા છે. અહીં વર્ષોથી ભાજપનો દબદબો રહ્યો છે. અને તેમના તરફી પેનલ જ જીતતી આવી છે. આજદિન સુધી માર્કેટ યાર્ડમાં ક્યારેય કોંગ્રેસ સત્તા પર આવ્યું નથી. ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત પેનલમાં 10 અને વેપારી પેનલમાં 4 મળી કુલ 14 બેઠક માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે જેમાં અત્યાર સુધીમાં કુલ ૩૪ ફોર્મ ઉપડ્યા છે જેમાંથી ૭ જેટલા ફોર્મ જમા થયા છે. તેમજ આ વર્ષે પણ વેપારી પેનલમાં ભાજપની પેનલની બિનહરીફ જીત થવાની આશા પ્રબળ દેખાઈ રહી છે. જ્યારે ખેડૂત પેનલની 10 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારશે. ત્યારે યાર્ડની ચૂંટણીના કાર્યક્રમની રૂપરેખા એવી છે કે, તા-18/07/2023ના રોજ ફોર્મ ચકાસણી કરાશે. જે બાદ તા- 21/07/2023ના ફોર્મ પરત ખેચવાની છેલ્લી તારીખ છે. તેમજ તા-27/07/2023ના રોજ ચુંટણી યોજાશે, જયારે 28 જુલાઈએ ચુંટણી પરિણામ થશે. તો હળવદ તાલુકાની 27 મંડળીના 367 તેમજ વેપારી પેનલના 247 મતદાન કરશે.