Wednesday, January 8, 2025
HomeGujaratટંકારાના સાવડી અને ટોળ ગામે વ્યસન મુક્તિ જાગૃતિ અંગે વિધાર્થીઓ વચ્ચે નિબંધ...

ટંકારાના સાવડી અને ટોળ ગામે વ્યસન મુક્તિ જાગૃતિ અંગે વિધાર્થીઓ વચ્ચે નિબંધ સ્પર્ધા યોજાઈ

ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેસડાના સયુંકત ઉપક્રમે ટોળ ખાતે આવેલી શ્રી ટોળ પ્રાથમિક શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નંબર મેળવનાર વિદ્યાર્થીને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેસડાના સયુંકત ઉપક્રમે શ્રી ટોળ પ્રાથમિક શાળા ખાતે વ્યસન જાગૃતિ અંગે નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ધોરણ 5 થી 8 ના કુલ 50 બાળકોએ ભાગ લીધેલ હતો. જે સ્પર્ધામાં પ્રથમ નંબર પર ફાંગલિયા દિવ્યા, દ્રિતીય ક્રમ પર ગઢવાલા ઉમમેહાની, તથા તૃતીય નંબર ગઢવાળા રાસેદાએ મેળવ્યો હતો. વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલ તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યાં હતાં. નેસડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર વિનોદ ડી ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસન ની જાગૃતિ અંગે,વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને દરેક વિદ્યાર્થીઓને તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં આર.બી.એસ.કે. ડો. વિશાલ તેરૈયા, ડો.ચિત્રાંગીની પટેલ, સી.એચ.ઑ ભાગ્યશ્રીબેન વાઢેર, ઘનશ્યામ મીઠાપરા, મુંસીફા વકાલિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!