(અતુલ જોશી દ્વારા) ગુજરાત ના મુખ્યપ્રધાન પહોચ્યા દિલ્હીના દરબાર માં : સૂચક મુલાકાત પાછળ રાજકીય નવા જૂની ના એંધાણ : નવા પ્રદેશ પ્રમુખ મહિલા સશક્તિ કરણ ને ધ્યાનમાં રાખી આનંદીબેન પટેલને મળશે મોકો?ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અમુક મહત્વના મુદાઓ પર સૌની નજર છે જેમાં પ્રદેશ પ્રમુખ હોય કે પછી સંઘ ની વિચારધારા કે પછી આઇપીએસ બદલીઓ કે મંત્રી મંડળમાં વિસ્તરણ ની ચર્ચાઓ પર આજે વિશેષ વાત કરવી છે.
જેમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલની ટર્મ પૂરી થતા હવે નવા પ્રમુખ કોને બનાવવા તેની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી દોડ ધામ ચાલુ છે અને રોજ નવા નવા નામોની ચર્ચાઓ પણ ચાલી રહી છે પરંતુ જે રીતે જિલ્લા પ્રમુખોમાં સંઘ ફેક્ટર ચાલ્યું તે રીતે હવે કમાન સંઘે લીધી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે .એટલું જ નહીં ભાજપમાં આંતરિક કલેશ તેમજ જુદા જુદા ગૃપ ને લઈને સરકાર અને સંઘ દ્વારા પણ નિર્વિવાદિત અને સંઘની વિચારધારા મહિલા ને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની કમાન સોંપવામાં આવે અને મહિલા સશક્તિ કરણ ને મહત્વ આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને ભાજપ વચ્ચે નવા પ્રદેશ પ્રમુખ ને લઈને મથામણ ચાલી રહી છે જેમાં સંઘ દ્વારા રાજ્યમાં અને રાષ્ટ્રીય પ્રદેશ પ્રમુખ સંઘના કાર્યકર આવે તે માટે ભાજપ હાઈ કમાન્ડ સાથે ચર્ચાનો દોર યથાવત છે.

જેમાં ગુજરાત ના નવા પ્રદેશ પ્રમુખ તરીકે પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉતરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટલ ની એન્ટ્રી થાય તેવી પ્રબળ શક્યતાઓ છે જેમાં આનંદીબેન પટેલ સંઘ અને ભાજપ સાથે સાથે મહિલા સશક્તિ કરણનું ઉતમ વ્યક્તિત્વ હોવાથી તેઓની પસંદગી થઈ શકે છે.આજે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના દરબાર માં પહોંચી ગયા છે જ્યાં તેઓ નવા રાજ્યના પ્રદેશ પ્રમુખ ને લઈને ચર્ચાઓ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે એટલું જ નહીં જાણવા મળ્યું છે આ મુલાકાત દાદા ની એટલી ખાનગી છે કે કોઈ અધિકારી કે નેતાઓ પણ સાથે રાખવામાં આવ્યા નથી ત્યારે આગામી દિવસોમાં જ રાજકીય નવી જૂની ના એંધાણ જોવા મળી રહ્યા છે.

રાષ્ટ્રીય પ્રદેશ પ્રમુખ તરીકે સંઘના પ્રચારક સંજય જોશીને પ્રમુખ બનાવવા સંઘનું એડી ચોટીનું જોર :
બીજી બાજુ રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ની ટર્મ પણ પૂરી થઈ ગઈ છે અને જે પી નદીની સંઘ દ્વારા તેના જૂના અને નડ્ડા બાદ સંઘના કાયમી પ્રચારક અને પ્રખર રાષ્ટ્રવાદી ની સ્વચ્છ છબી ધરાવતા સંજય જોશીને સ્થાન આપવા કવાયત હાથ ધરવામાં આવી છે જેમાં સંઘ દ્વારા રાષ્ટ્રીય પ્રમુખ ભાજપના કોઈ પરંતુ સંઘ ની વિચારધારા વાળા વ્યક્તિ હોય તેવું સ્પષ્ટ જણાવી દીધું છે અને સંજય જોશીને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા મન બનાવી લીધું છે જેથી ટૂંક સમયમાં ગુજરાતરાજ્ય અને રાષ્ટ્રીય પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થશે જેથી ભાજપની કમાન ફરી સંઘના હાથમાં આવશે અને આ માટે ભાજપનો આંતરિક જૂથવાદ હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

શું મંત્રી મંડળનું વિસ્તરણ થશે.?
રાજ્યમાં ભાજપ માં જ જૂથવાદ ચરમસીમાએ છે એક જૂથના બીજા જૂથના સમર્થકોને યેનકેન પ્રકારે પાડી દેવાની હદ વટાવી ગયા છે આવા માહોલમાં જે ભાજપના નેતાઓ છેલ્લા કેટલાક સમયથી સુષુપ્ત અવસ્થામાં છે તેઓને ફરી ભાજપ મહત્વનું સ્થાન આપે અને મહત્વની ભૂમિકા આપે તેવી ચર્ચા પણ ભાજપના હાઈ કમાન્ડના નેતાઓમાં ચાલુ રહી છે સાથે સાથે મંત્રીમંડળ ના વિસ્તરણ ની ચર્ચાઓ વચ્ચે જાતિ સમીકરણ જોઈ મંત્રીઓને સ્થાન આપવામાં આવશે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માંથી કુલ ચાર મંત્રીઓને મંત્રી મંડળમાં સ્થાન મળે તેવી ચર્ચાઓ વહેતી થઈ છે જેમાં એક ક્ષત્રિય સમાજ,એક લેઉઆ પટેલ અને એક કડવા પટેલ અને એક એસસી એસટી કે ઓબીસી ના ધારાસભ્યના નામોની ચર્ચાઓ ચાલું છે પંરતુ હાલ સુધી એવા કોઈ નામ પર મહોર લગાવવામાં આવી નથી. હા એક વાત ચોક્કસ થી છે કે જે ચર્ચાઓ ભાજપ પાર્ટી કે લોકોમાં છે તે મુજબ મંત્રી મંડળનું વિસ્તરણ કોઈ મોટા ફેરફાર પણ નહીં હોય કેમ કે સરકાર હાલના મંત્રી મંડળથી ખુશ છે અને સારી રીતે કામગીરી થાય છે તમામ ચૂંટણીઓ હોય કે અન્ય કામગીરી તેમાં સરકારને દાદા ની ટીમ સામે કોઈ વાંધો વચકો નથી જેથી કરી આગામી સમયમાં મંત્રી મંડળમાં મોટો ફેરફાર થશે તેવા કોઈ એંધાણ જોવા મળી રહ્યા નથી.

આઇપીએસની બદલીઓ આવતા મહિના ના અંત સુધીમાં થાય તેવી ચર્ચા :
રાજ્યમાં છેલ્લા લાંબા સમયથી આઇપીએસ બદલીઓની ચર્ચાઓ ઉઠે છે અને બેસી જાય છે પંરતુ આ વખતે આ ચર્ચાઓ નહીં રહે આગામી એક મહિના માં રાજ્યમાં જુદા જુદા સિનિયર આઇપીએસ, રેન્જ,એસપી, ડીસીપી તેમજ એએસપી કક્ષાના આઇપીએસ અધિકારીઓનો લીથો આવીંજશે કેમ કે મોટા ભાગના આઇપીએસ નો સમયગાળો પૂર્ણ થઈ ચૂક્યો છે.જેમાં સૌરાષ્ટ્ર થી લઈ દક્ષિણ ગુજરાત અને શહેરના ડીસીપી નો સમાવેશ થાય છે તો મહત્વની બ્રાન્ચોમાં પણ બદલીઓ કરી હવે યુવા આઇપીએસ અને જિલ્લાની અને રેન્જ ની કમાન મહિલા આઇપીએસ ને આપવા રાજ્ય સરકાર અને ગૃહવિભાગે મન બનાવી લીધું છે.આ સાથે સાથે રાજ્યમાં પીએસઆઈ માંથી પીઆઇ બનાવેલા થોકબંધ અધિકારીઓને પોસ્ટિંગ આપવાનું બાકી છે તેઓને પોસ્ટિંગ પણ આવતા મહિનાના પહેલા સપ્તાહ સુધીમાં આપી દેવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.જેમાં પીઆઇ માંથી ડીવાયએસપી ના સિનિયર પીઆઇ ના પ્રમોશન ને પણ ધ્યાને લઈ ડીવાયએસપી ને પ્રમોશન સાથે પોસ્ટિંગ આપવામાં આવશે અને લાંબા સમયથી બદલીઓ ની ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મુકવામાં આવશે આશરે 35 જેટલા આઇપીએસ ની બદલીઓ આવતા મહિનાના અંત સુધીમાં થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.