*થી ફેઝ જનરેટર ન હોવાથી ડાયાલિસિસ દરમિયાન લાઈટ જાયતો દર્દી ને ભારે તકલીફ પડે છે*
હળવદ સરકારી હોસ્પિટલ ખાતે કિડનીની સમસ્યા ધરાવતા દર્દીઓને ઘર આંગણે ડાયાલિસિસની સુવિધા મળી રહે તે માટે સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ આ ડાયાલિસિસ સેન્ટરમાં નેફોલોજિસ્ટની તાતી જરૂરિયાત છે,જેથી કોઈ દર્દી ને ડાયાલિસિસ ચાલુ હોય ત્યારે ઈમરજન્સી જરૂરિયાત ઊભી થાય તો ડોક્ટર સારવાર કરી શકે છે કારણ કે હાલમાં જે ડાયાલિસિસ કરે છે તે ટેકનિશિયન છે તેથી તેની પણ મર્યાદા હોય છે. સાથે સાથે ડાયાલિસિસ દરમિયાન વીજ પ્રવાહ અવારનવાર ખોરવાઈ જાય છે જેથી દર્દીને ભારે તકલીફ વેઠવી પડે છે, થી ફેઝ જનરેટર હોય તો આ સમસ્યા દૂર થઈ શકે હાલ જે જનરેટર પડેલું છે તે ઓછી કેપેસિટી ધરાવતુ હોવાથી થ્રી ફેઝ નો વીજભાર ઉપાડી શકતું નથી.જેના કારણે ચાલુ ડાયાલિસિસ દરમિયાન લાઈટ જાયતો દર્દીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
હળવદ માં આમ પણ આરોગ્ય સુવિધા માટે બહુ વગોવાઈ ગયુ છે .સરકાર દ્વારા કિડનીના દર્દીઓને તાલુકા મથક પર જ ડાયાલિસિસ સેન્ટર આપવામાં આવ્યું છે. જેથી તાલુકાના દર્દીને હવે બહાર જવાની જરૂર નહીં પડે. આ ડાયાલિસિસ સેન્ટર દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થય રહ્યુ છે. આવા સરસ આશ્રય સાથે તાત્કાલિક શરૂ કરેલ સેન્ટર માં તાત્કાલિક ધોરણે નેફ્રોલોજીસ્ટ અને થ્રી ફેઝ કનેક્શન ચાલી શકે તેવું જનરેટર તાતી જરૂરિયાત હોય તાત્કાલિક ધોરણે સમસ્યા દૂર કરવામાં આવે તેવી શહેરીજનો માં માંગણી ઉઠવા પામી છે..
આ બાબતે હળવદ સેન્ટર ના ડાયાલિસિસ ટેક્નિશિયન પૂછતા તમણે જણાવ્યું દર્દી ની ચાલું સારવાર દરમિયાન લાઈટ જાયતો દર્દી ને ભારે તકલીફ નો સામનો કરવો પડે છે. એટલું જ નહીં નેફોલોજિસ્ટની તજજ્ઞની તાતી જરૂરિયાત છે.ડાયાલીસીસ દર્દીનું ચાલુ હોય અને ઇમરજન્સી જરુતિયા ઉભી થાય તો નેફોલોજિસ્ટની ડોક્ટર તાત્કાલિક સારવાર કરી શકે..
જો કોઈ અણબનાવ થયો તો જવાબદાર કોણ અને જો સુવિધા માટે શરૂ કરેલ સેન્ટર મા સગવડ ન હોય તો પછી દર્દી માટે દરકાર કોણ લેશે? આ સેન્ટર કે એમ ડી ડોક્ટર ની જગ્યા જેમ કાયમી પશ્ર્ન યક્ષ પ્રશ્ન માફક ઉભો રહશે તેવું શહેરીજનો માં ચર્ચાય રહ્યુ છે.