જીલ્લા ના શ્રેષ્ઠ બિ એલ ઓ તરીકે સન્માન મળ્યું હતું, નાના ભુલકા ના પ્રિય પાત્ર હતા.
શ્રી ટંકારા કુમાર તાલુકા શાળાના આચાર્ય, શ્રેષ્ઠ બી.એલ.ઓ,તરીકે ના સન્માનિત ગામના મતદારો અને વાલીઓ સાથે ધર જેવો ઘરોબો ધરાવનાર, વિદ્યાર્થીપ્રિય જેને ખરા અર્થમાં માસ્તર એટલે માં પાસે બાળક હકઝાહી કરી માંગણી કરે એવી પાલરીયા સાહેબ નુ કામ હતુ જેનો સાક્ષી હુ ખુદ પણ રહો છુ એવા સનિષ્ઠાવાન, અત્યંત ઉત્સાહી અને રમૂજી સ્વભાવ ધરાવનાર એવા શ્રી પાલરીયા રવજીભાઈ જીવણભાઈ આજરોજ વયનિવૃત થતા તેમને વિદાયમાન આપવામાં આવ્યુ હતું .
જોકે વૈશ્વિક કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદાય સમારંભ સાદગીપૂર્ણ રીતે રાખવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓમાં અત્યંત પ્રિય એવા પાલરીયા સાહેબ હિરાપર પ્રા. શાળા અને ગાયત્રીનગર શાળામાં પણ પોતાની સુંદર કામગીરી બજાવી ચૂક્યા છે. વિદ્યાર્થીઓ સાથે શિક્ષણકાર્યમાં કેવી રીતે ઓતપ્રોત થઈ શકાય એ એમની પાસેથી શીખવા જેવું હતું.
તદ્ઉપરાંત બી.એલ.ઓ અને ચૂંટણી કામગીરીમાં પણ તેઓ વિશેષ રસ ધરાવતા હોય ટંકારા તાલુકાના તમામ શિક્ષકોને ખૂબ જ મદદરૂપ થયા છે. એમની એ કામગીરી માટે તેઓ હંમેશા યાદ રહેશે. નિવૃત્તિકાળમાં પાલરીયા સાહેબ તંદુરસ્તીમય દીર્ઘાયુષ્ય ભોગવે, તેમનું કૌટુંબિક જીવન સુખમય બને અને એમના તમામ સપનાઓ પુરા થાય એવી પરમપિતા પરમાત્મા ને પ્રાર્થના શ્રી કુમાર તાલુકા શાળા, ટંકારા અને શિક્ષક જગતની હસ્તીઓ એ કરી હતી