Wednesday, January 8, 2025
HomeGujaratટંકારાની મિતાણાં ગ્રામ પંચાયતના તલાટી મંત્રીનો વિદાય, આવકાર સમારોહ યોજાયો

ટંકારાની મિતાણાં ગ્રામ પંચાયતના તલાટી મંત્રીનો વિદાય, આવકાર સમારોહ યોજાયો

મિતાણા ગામ પંચાયતના તલાટી કમ મંત્રી એન એચ સોનારાની અરણીટિંબા ખાતે બદલી તેના સ્થાને ભાવેશભાઈ વિરમગામ એ ચાર્જ સંભાળ્યો. કર્મનિષ્ઠ અને જોશિલા યુવા મંત્રીને વિદાય માટે નામાંકિત નગરજનો હાજર રહ્યા

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના મીતાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી એન.એચ. સોનારાની માગણી મુજબ વાકાનેરના અરણીટિંબા ખાતે બદલી કરવામાં આવી હોય આજ રોજ તેના સ્થાને ભાવિનભાઈ વિરમગામને ચાર્જ સોંપવામાં આવ્યો હતો આ તકે તાલુકા વિકાસ અધિકારીશ્રી હર્ષવર્ધન જાડેજા, કારોબારી અધ્યક્ષ અરવિંદભાઈ દુબરીયા સરપંચ શ્રી ભૂમિકાબેન મયુરભાઈ દેવડા, ઉપસરપંચ કાંતાબેન મુંધવા પ્રાથમિક શાળાના આચાર્ય હાઇસ્કુલના આચાર્ય બોડીના તમામ સભ્યો, નિવૃત્ત તલાટી જી ટી દેવડા, ગામ આગેવાનો ની હાજરી મા વિદાય અને આવકાર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ધણા સમયથી મિતાણા તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા સોનારાને ગામજનો સાથે ધરજેવો ધરોબો હતો નાના મોટા કામ અને સરકારી યોજના ઉપરાંત ડેમી 1 ડેમ વરસાદના વાવડ સોથી ઝડપી અને સચોટ માહિતી આપતા રહા છે સોનારાજીનુ માદરે વતન વાકાનેર છે ત્યારે ધણા સમયથી માંગણી સાથે અરણીટિંબા જવા માગતા હતા ત્યારે આજે સેઝાનો ચાર્જ મુકવાના ગમ સાથે માદરે વતનની ખુશી વ્યક્ત કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!