Thursday, January 9, 2025
HomeGujaratઅશ્રુ ભીની આંખે વિદાય:અગલે બરસ તું જલ્દી આના નારા સાથે હળવદમાં ગણપતિ...

અશ્રુ ભીની આંખે વિદાય:અગલે બરસ તું જલ્દી આના નારા સાથે હળવદમાં ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું

હળવદ શહેરમાં 30થી વધુ નાના મોટા દુંદાળા દેવ ગણપતિની  મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું

- Advertisement -
- Advertisement -

હળવદ શહેરમાં ઠેર ઠેર જગ્યાએ દુંદાળા દેવની મૂર્તિ સ્થાપના કરવામાં આવી હતી. ગણપતિ બાપા ની વિવિધ સ્વરૂપોમાં મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી.સાથે સાથે મહા આરતી મહાપૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ હતા.ભક્તોએ ગરબે ઘૂમી વિઘ્નહર્તાના તહેવારની આરાધના કરી હતી,  સમગ્ર શહેર ગણેશની ભક્તિમય બની ગયું હતું.

હળવદ પંથકમાં નવ દિવસ ગજાનંદ ગણપતિની દિવ્ય મહોત્સવ ની ઉત્સવ અને ઉમંગ સાથે ઉજવણી બાદ દસમા દિવસે અનંત ચતુર્દશીએ વિધ્નહર્તા  દુંદાળા દેવને ભાવભર વિદાય આપવા માટે વિસર્જનના કાર્યક્રમો યોજાયા હતા. અને ગણપતિ મંડળના પંડાલોના સંચાલોકો  દ્વારા ગણપતિ બાપા ની મૂર્તિ વાજતે ગાજતે  ડીજે ના તાલે શહેરમાં સરઘસ કાઢી હળવદના સામંત સરોવર બ્રામણી નદી સુંદરગઢ ડેમ સહિતના જગ્યાએ ગજાનંદ ગણેશ મૂર્તિ વિસર્જિત કરવા માટે આવ્યા હતા ત્યારે હળવદ પોલીસ અને નગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવતા પબ્લિક સેફટી માટે કોઈ એવી જાનહની બનાવ ન બને તેના ભાગરૂપે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને અગલે બરસ તું જલ્દી આના નારા…. ગણપતિબાપા મોરિયા..નારા સાથે હર્ષો ઉલ્લા સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું અને સમગ્ર વાતાવરણ ગણેશમય બની ગયું હતું.. અશ્રુ ભીની આંખે ગણપતિને વિદાય આપી હતી અને અગલે બરસ તું જલ્દી આના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!