હળવદ તાલુકામાં વીજપોલ નાખવા મામલે છેલ્લા ઘણા સમયથી ખેડુતો અને ખાનગી કંપનીઓ વચ્ચે માથાકૂટ ચાલી રહી છે. જેને લઈને ખેડૂતો આકરા પાણીએ થયા છે અને વિજલાઈન નાખતી કંપનીઓ સામે વિરોધ કરી યોગ્ય વળતર માટે માંગ કરી છે, ખેડૂતોને વળતર ન મળતું હોવાથી ખેડૂતોએ વિજપોલ નાખતી કંપનીઓ સામે બળવો પોકાર્યો હતો.
ખેડૂતોએ હળવદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, ધારાસભ્ય પરસોત્તમભાઈ હળવદ તાલુકાના વિજપોલ નાખવાના પ્રશ્ન બાબતે પ્રતિનિધિઓને સાથે રાખી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે રજુઆત કરી હતી.
વધુમાં રાજયના ઉર્જા મંત્રી મુકેશભાઈ પટેલ અને રાજયમંત્રી મનીષાબેન વકીલ સાથે મુલાકાત કરી ચર્ચા કરી હતી.આ બાબતે મુખ્યમંત્રી દ્વારા કચ્છ જિલ્લાની જેમ હળવદ તાલુકાના ખેડુતો યોગ્ય વળતર મળે એ માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓને સુચન કર્યું હતું.ઉર્જા સચિવ મમતાબેન વર્મા અને મુખ્યમંત્રી ના અધિક સચિવ પંકજભાઈ જોશી સાથે પણ બેઠક યોજાઈ હતી.