Wednesday, December 25, 2024
HomeGujaratટંકારાના પ્રભુચરણ આશ્રમ ખાતે એફ્પો સંસ્થા દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવી.

ટંકારાના પ્રભુચરણ આશ્રમ ખાતે એફ્પો સંસ્થા દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવી.

ટંકારા ખાતે એફપ્રો સંસ્થા અને આત્મા સંયુક્ત ઉપક્રમે ખેડુત તાલીમનું આયોજન કરવામાં આવ્યું. ડેમો યોજી સંકલિત ખેતી માટે પ્રેરિત કર્યા હતા. મોરબી જિલ્લા કિસાન સંઘના પ્રમુખ જીલેશભાઈ કાલરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડુતો માટે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકામાં ખેડુતો મજુરો મહિલા માટે કાર્યરતએફપ્રો સંસ્થા દ્વારા લતીપર રોડ ઉપર આવેલ પ્રભુચરણ આશ્રમ ખાતે પ્રોજેક્ટ મેનેજર નીતિનકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ પિયુ મેનેજર ક્રિમપાલ દેત્રોજા, આત્મા પ્રોજેક્ટના ભરત વાધેલાના સંયુક્ત ઉપક્રમે ખેતી પ્રત્યે અવેરનેસ અને આયોજનબધ સંકલિત પધ્ધતિ અંગે વિગતવાર માહિતી આપી હતી. તદ ઉપરાંત જીવામુત ગૌ આધારિત ખેતી અને સરકારી યોજના અંગે ધરતીપુત્રોને વાકેફ કર્યા હતા.

સંસ્થાના ફિલ્ડ ફેસીલેટર સંદિપભાઈ, શૈલેશભાઈ, રક્ષાબેન, રજનીભાઈ, નિતાબેન, જયેશભાઈ દ્વારા દવા છંટકાવ વખતે કાળજી રાખી પિપીઇ ડેમો, પાણી વ્યવસ્થાપન, જતું અને રોગ ઓળખ અને તેના નિયંત્રણ પધ્ધતિ, દવા લેબલ, આધુનિક ટેકનોલોજી સહિતની વિસ્તૃત માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એફ્પો સંસ્થા બીસીઆઈ પ્રોજેક્ટ અંતર્ગત સારા કપાસની પહેલ માટે સતત કામ કરી રહી છે. જેના સાત પ્રિન્સિપાલ અને ત્રણ ઉદેશ હેઠળ વખતો વખત ગામો ગામના ખેડૂતો ને માહિતી આપતા રહે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!