Friday, January 10, 2025
HomeGujaratટંકારામાં હાઇવે પર ટ્રક બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત:પતિની નજર સામે પત્નીનું કમકમાટી...

ટંકારામાં હાઇવે પર ટ્રક બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત:પતિની નજર સામે પત્નીનું કમકમાટી ભર્યુ મોત

પતિની નજર સામે પત્ની ટ્રકના ટાયર નિચે આવી જતા દંપતી ખંડિત

- Advertisement -
- Advertisement -

ટંકારા ખિજડીયા ચોકડીથી પોલીસ સ્ટેશન તરફ રાજકોટ મોરબી રોડ પર રજીસ્ટર કચેરી સામે આજે બપોરના સુમારે હેવી ટ્રકે બાઈક ને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક પાછળ બેઠેલ મહિલાનું ટ્રકના ટાયર નીચે આવી જતા ધટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા કલ્યાણપર રોડ ઉપર ખારા વિસ્તારમાં રહેતા શિવાનીબેન શનિભાઈ ચૌહાણ ઉ. વ 24 તેના પતી સાથે બાઈક પર સવાર થઈને હોસ્પિટલ કામ અર્થે મોરબી ગયા હતા ત્યારે ધરે જતી વખતે ખિજડીયા ચોકડીથી નજીક રજીસ્ટર કચેરી સામે મોરબી તરફથી આવતા હેવી ટ્રક નંબર જીજે 36 વિ 0022 આગળ જતા બાઈક નંબર જી જે 36 ક્યુ 4149 સાથે ધડાકાભેર અથડાતા બાઈક પર સવાર શનિભાઈ અને શિવાનીબેન રોડ પર ફંગોળાઈ ગયા હતા ત્યારે ટ્રકનુ ટાયર શિવાનીબેન ઉપર ફરી વળતા નવોઢા દંપતી ખંડિત થયું હતું અને પતિની નજર સામે પત્નીનુ મોત નીપજ્યું હતું મરણ જનારને લગ્ન ગાળો દોઢ વર્ષનો છે સંતાન મા કાઈ નથી આ ચૌહાણ પરીવાર મજુરી કામ અર્થે ટંકારા આવ્યો હતો અને અહી વર્ષોથી સ્થાઈ થયો છે ત્યારે આ અકસ્માતથી ચૌહાણ પરીવાર કલ્પાંત ભર્યા દ્રશ્યો દવાખાને સર્જાયા હતા.
અકસ્માતની મરણચીસ સાંભળી અહિના સેવાભાવી ઈરફાન ડાડા, ઈશાભાઈ માડકીયા, સિકદંરભાઈ, કાદરભાઈ, કલુભાઈ સહિતના દોડીને મરણ જનાર તથા ધાયલને ટંકારા હોસ્પિટલ ખસેડયા હતા બનાવની નોંધ કરી ટંકારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!