મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી મોરબી શહેરના વજેપર સર્વે નંબર ૬૦૨ ની જમીન વિવાદિત રીતે ચકચારી મુદ્દો બની ગયો હતો રાજકીય થી લઇ મીડીયામાં આ મુદ્દો ખૂબ જોરશોર થી ચાલ્યો છે જેમાં આ વજેપરના સર્વે નંબર ૬૦૨ માં મૂળ પ્રમોલગેશન થી બેચર ડુંગર ના નામે ચાલતી હતી જેમાં શાંતાબેન નામની મહિલા દ્વારા વારસાઈ આંબો બનાવી પોતે બેચર ડુંગર ની દીકરી છે તેવી હકીકત હોવાનું જણાવી વારસાઈ કરી હતી બાદમાં સામેના પક્ષે બીજા વારસદારો દ્વારા પોતે બેચર ડુંગરના વારસો છે અને તેઓ ડાભી અટક વાળા છે જ્યારે જે મહિલાએ વારસાઈ નાખી તે શાંતાબેન નકુમ છે જેવા નામના કોઈ કાયદેસર વારસાઈ આંબા માં ના હોવા છતાં શાંતાબેન નામની મહિલાએ આ વારસાઈ નાખી હોવાનું જણાવ્યું હતું જેના આધારે તકરારી આવતા પ્રાંત અધિકારી દ્વારા કેસ ચલાવી અને શાંતાબેન બેચરભાઈ નકુમ સાચા હોવાનો ઓર્ડર કર્યો હતો જેની સામે કલેકટર માં વાંધા અરજી કરી કેસ ચાલુ હોવા છતાં તરઘરીના સરપંચ સાગર અંબારામ ભાઈ ફુલતરીયા એ દસ્તાવેજ થી વેચાણ લઈ લેતા આ કૌભાડ સુઆયોજિત કાવતરું હોવાનું ભોગબનનાર બેચર ડુંગરના વારસો ભીમજીભાઈ બેચરભાઈ સહિતનાઓએ અરજી કરી હતી અને ફોજદારી ગુનો નોંધવા માંગ કરી હતી.
જેમાં લાંબી તપાસ બાદ મોરબી ડીવાયએસપી એ આ પ્રકરણ માં ગત તારીખ 15 માર્ચ 2025 ના રોજ મોરબી શહેર એ ડિવિઝન પોલીસ મથકે શાંતાબેન મનસુખભાઈ પરમાર અને તરઘરી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરિયા વિરુદ્ધ ગુનો નોધાયો હતો સાથે સાથે સાગર સાથે જી સંબંધ ધરાવતા હતા તેઓ પણ આ ગુનામાં સંડોવણી ધરાવતા હોવાની અરજી પણ કરાઇ હતી આ ગુનામાં તપાસનીશ અધિકારી ડીવાયએસપી પી એ ઝાલા દ્વારા ખૂબ બારીકાઇ થી તપાસ હાથ ધરી છે અને એકાઉન્ટ થી લઇ રૂપિયાની લેવડ દેવડ ની તપાસ શરૂ કરી ડીવાયએસપી પી એ ઝાલા એ વધુ કલમો ઉમેરવાની અરજી કરતા કોર્ટે માન્ય રાખી છે અને આગળની તપાસ ડીવાયએસપી પી એ ઝાલા ચલાવી રહ્યા છે.
તો બીજી બાજુ થોડા દિવસ પહેલા જીલ્લા કલેક્ટરે પ્રાથમિક દ્રષ્ટિએ ખોટી વારસાઈ હોવાનું માલૂમ પડતા જ વચગાળાનો મનાઈ હુકમ આપી સર્વે નંબર ૬૦૨ માં જે તે સ્થિતિ રાખવા જણાવ્યું હતું જે બાદ ગઈકાલ તારીખ ૧૬ એપ્રિલ ૨૦૨૫ ના રોજ જીલ્લા કલેક્ટર કે બી ઝવેરી દ્વારા શાંતાબેન દ્વારા પાડવામાં આવેલ વારસાઈ બોગસ છે તેવું જણાવી અને આ વારસાઈ રદ કરી મૂળ પ્રમોલગેશન ખાતે જમીની સ્થિતિ કરવા હુકમ કરી દીધો છે.
તો બીજી બાજુ આ જમીન ખરીદનાર સરપંચ સાગર અંબારામ ફુલતરિયા એ આગોતરા જામીન માટે અરજી કરી હતી જે મોરબી સેશન્સ કોર્ટે રદ્દ કરી છે જ્યારે મહિલા શાંતાબેન હજુ પોલીસ સમક્ષ હાજર થઈ નથી હાલ આ સમગ્ર જમીન કૌભાંડ ની તપાસ કાયદા અને રેવન્યુંના ખુબ જાણકાર મોરબી ડીવાયએસપી પી એ ઝાલા ચલાવી રહ્યા છે જેઓએ પણ તટસ્થ રીતે તપાસ કરવા અને દૂધનું દૂધ પાણીનું પાણી કરવા મૂડ બનાવી લીધું છે.આ સમગ્ર કૌભાંડમાં દોષિત હશે તેને સજા કરાવવા મોરબી ડીવાયએસપી એ કમર કસી લીધી છે. હાલ આ વારસાઈ રદ કરતા મોરબી વજેપર ના ચકચારી સર્વે નંબર ૬૦૨ ના કૌભાડ માં આગામી સમયમાં પણ સત્ય ની જીત થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.