Sunday, December 29, 2024
HomeGujaratફિટકાર:ટંકારામાં હેવાન બનેલા બાપે સતત પાંચ વરસ પોતાની સગી દીકરીનો દેહ અભડાવ્યો:...

ફિટકાર:ટંકારામાં હેવાન બનેલા બાપે સતત પાંચ વરસ પોતાની સગી દીકરીનો દેહ અભડાવ્યો: પોલીસે નરાધમ બાપને ઝડપી લેવા તપાસ હાથ ધરી

ટંકારા તાલુકાના એક ગામે સગો બાપ 18 વર્ષની સગીરાને પાંચેક વર્ષથી દેહ અભડાવી મારકુટ અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો પોલીસ વાન પ્રેટ્રોલિગ માટે ગામમાં હતી ત્યારે યુવતીએ ધરે નથી રહેવાની રાવ કરી ટંકારા પોલીસે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ખસેડી જ્યા ભોગબનનારે આખી આપવિતી વર્ણવી ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં જણાવતા પોલીસે ગુનો નોંધી આરોપી પિતાને પકડવા ચક્રો ગતિમાન કર્યા

- Advertisement -
- Advertisement -

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા પોલીસ સ્ટેશનના જમાદાર વિજયભાઈ બાર, મહિલા કોન્સ્ટેબલ પુજાબેન ડાંગર અને ડાઈવર રણુભા ઝાલા લજાઈ ગામે પેટ્રોલીંગ કરી રહ્યા હતા એ દરમિયાન ગભરાટ સાથે ડરી સહમી 18 વર્ષની સગીરા પોલીસ પાસે આવી પોતાને ધરે નથી ગમતું મને અહીંથી લઈ જાવ ની ફરિયાદ કરતા ટંકારા પોલીસે ગંભીરતાથી મોરબી સખી વન સ્ટોપ નો સંપર્ક કરી બે દિવસ પહેલા કાઉન્સિલ અર્થે મોકલી આપી હતી એ દરમિયાન આજરોજ ટંકારા પોલીસ મથકે સખી સેન્ટર માંથી ફોન રણકયો હતો જેમાં 18 વર્ષની સગીરાને પોતાનો સગો બાપ છેલ્લા પાંચેક વર્ષથી શરીર અભડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી મારકુટ કરતો હોવાની ચોંકાવનારી વિગતો આપતા ટંકારા પોલીસના થાણા અમલદાર એચ આર હેરભા દ્વારા તાત્કાલિક ભોગબનનારની હકીકત આધારે આરોપી પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આઈ પી સી કલમ 376(2)(F)(J)(K)(N),323,506(2)તથા પોસ્કો એક્ટ 5(L)(N)(6)મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અને આરોપી હાથવેંતમાં હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ભોગબનનાર સગિરાએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચેક વર્ષથી એના પિતા મારકુટ અને જાનથી મારી નાખવાની ધમકી આપી મારી સાથે જાતિય હુમલા કરતો હતો ત્યારે પોલીસ ગામમાં આવેલી અને હિંમત કરી આખી વાત કરતા આ બનાવ સામે આવ્યો હતો બનાવને પગલે હેવાન બાપ વિરુદ્ધ ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!