Tuesday, November 26, 2024
HomeGujaratહળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમા જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમા જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રોહિબિશન અને જુગારની બદીને અટકાવવા સુચના કરેલ હોય જે અન્વયે ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પી.એચ.ગોસ્વામીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન-જુગારની બદી સદંતર નેસ્તનાબુદ કરવા વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને કાર્યવાહી કરતા દરમિયાન હળવદ પોલીસે હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમા જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને પકડી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પોલીસ ઇન્સ્પેકટર એમ.વી પટેલે સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ કિશોરભાઇ સોલગામા તથા કોન્સ્ટેબલ બીપીનભાઈ પરમાર તથા ગંભીરસિંહ ચૌહાણને સંયુક્ત રીતે હેડ કોન્સ્ટેબલ કે.એમ.સૌલગામા તથા સ્ટાફના માણસોને જુગાર અંગે રેઇડ કરવા સુચના કરતા હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા હળવદના ચરાડવા ખાતે રહેતા વશરામભાઈ શામજીભાઈ માકાસણા, મુકેશભાઈ હસમુખભાઈ માકાસણા, રણછોડભાઈ રવજીભાઈ સોનગ્રા, રમેશભાઈ ચુનીલાલભાઈ જોબનપુત્રા તથા હળવદના સુથાર ખાતે રહેતા શૈલેષભાઈ સ્તીલાલભાઈ પુજારા નામના ઇસમો પર રેઇડ કરી કુલ રૂ.૬૮,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો નોંધવામાં આવ્યો છે. જયારે હળવદના ચરાડવા ખાતે સુથાર શેરીમાં રહેતા મહેશભાઇ પ્રભુભાઈ વાઘેલા તથા મોરબીની અવની સોસાયટી ખાતે રહેતા ગોરધનભાઈ ચતુરભાઈ માકાસણા સ્થળ પરથી ફરાર થઈ જતા તેમને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!