Sunday, December 22, 2024
HomeGujaratજન આશીર્વાદ યાત્રાના પગલે કડીયાણા થી માથક રોડનું તાબડતોબ રાતોરાત કામ શરૂ...

જન આશીર્વાદ યાત્રાના પગલે કડીયાણા થી માથક રોડનું તાબડતોબ રાતોરાત કામ શરૂ કરાયું

કેન્દ્રીય મંત્રી અને સુરેન્દ્રનગરના સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાની હળવદ પંથકમાં જન આશીર્વાદ યાત્રાના પગલે તાબડતોબ રોડનું કામ હાથ ધરવામાં આવ્યું હોવાની લોકોમાં ચર્ચા

- Advertisement -
- Advertisement -

કેન્દ્રીય મંત્રી અને સુરેન્દ્રનગરના સાંસદ ડૉ.મહેન્દ્ર ભાઈ મુંજપરાની હળવદ પંથકમાં આજે ૧૭મી ઓગસ્ટનાં રોજ જન આશીર્વાદ યાત્રાની શરૂઆત થઈ રહી છે. નવનિયુક્ત કેન્દ્રીય મંત્રીઓ જનઆશીર્વાદ યાત્રા લઈને પોતાના મતવિસ્તારમાં જઈને લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા જનઆશીર્વાદ યાત્રા લઈને હળવદ તાલુકમાં આજે તારીખ ૧૭ને મંગવારે હળવદ તાલુકાની જનતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવવાના છે આ યાત્રા માટેલધામ થઈને શિવપુર – માથક – કડીયાણા – સુંદરગઢ – શિરોઇ – માનસર થઈને હળવદ શિશુમંદિર ખાતે આવશે. જન આશીર્વાદ યાત્રાના ભાગ રૂપે વર્ષોથી માથાના દુખાવા સમાન કડીયાણા થી માથકને જોડતો રોડ આંતરિયાળ માગૅ કરતા પણ ખરાબ હાલતમાં હતો. લોકોને અકસ્માતનો ભોગ બનવું પડતું હતું અનેકવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી ઉકેલ આવ્યો ન હતો. તે રોડ તંત્ર દ્વારા તાબડતોડ રાતોરાત મંત્રીને રોડ પર એકેય રોદો ન આવે તે માટે રોડ કરવામાં આવ્યો. ત્યારે ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમો રજૂઆત કરી થાકી તોય એક ખાડો પણ ન બુરાય અને મંત્રી માટે રાતોરાત નવો રોડ..કડીયાણા થી માથક રોડનું તાબડતોબ કામ શરૂ કર્યું. આજે ૧૭ ઓગસ્ટે કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા આ રોડ પરથી જન આશીર્વાદ યાત્રા માટેલધામ થઈને શિવપુર – માથક – કડીયાણા – સુંદરગઢ – શિરોઇ – માનસર થઈને હળવદ આવવાના છે. જેના કારણે તંત્ર દ્વારા તાત્કાલિક તાબડતોબ રોડ નું કામ હાથ ધરવામાં આવ્યું છે તેવુ ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!