Sunday, December 29, 2024
HomeGujaratહળવદ કુંભારપરા વિસ્તારમાં ગતરાત્રી ના પ્રસંગમા ફુડપોઇઝનિંગનો બનાવ:૬૦ થી ૭૦ લોકોને અસર

હળવદ કુંભારપરા વિસ્તારમાં ગતરાત્રી ના પ્રસંગમા ફુડપોઇઝનિંગનો બનાવ:૬૦ થી ૭૦ લોકોને અસર

હરખના તેડામા ૬૦થી ૭૦ લોકોને ટોપરાપાક ખાવાથી ફુટપોઇઝનિંગ થયું,રાતાભેર તેમજ માથક સહિતના મહેમાનો ‌ને અસર, ફુડપોઈઝનિગ અસર વાળા મહેમાનોને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.હળવદના કુંભારપરા વિસ્તારમાં સામાજિક પ્રસંગમાં દોડધામ મચી જવા પામી હતી. રાતભેરના માથકના મહેમાનો હોસ્પિટલ દોટ મુકી હતી.

- Advertisement -
- Advertisement -

હળવદના કુંભારપરા વિસ્તારમાં હરખના તેડા સમાન સામાજિક પ્રસંગમાં જમણવારમાં ટોપરાપાક ખાધા બાદ મહેમાનો માં દોડધામ મચી જવા પામી હતી,. ફૂડ પોઇઝનિંગને કારણે હળવદના સ્થાનિક અને રાતભેર ગામથી આવેલા ૬૦ થી ૭૦ જેટલા મહેમાનોને ઝાડા – ઉલટી થઈ જતા મહેમાનોને સરકારી અને ખાનગી દવાખાના દોડી ગયા હતા.
મળતી વિગતો મુજબ શુક્રવારે હળવદના કુંભરપરા વિસ્તારમાં અન્નક્ષેત્રની બાજુમાં રહેતા કરમણભાઈ રાતડીયાના ઘેર શુભ પ્રસંગ હોય 200થી 250 માણસોનો જમણવાર યોજવમાં આવ્યો હતો જેમાં રાતભેર ગામેથી મોટી સંખ્યામાં મહેમાનો હરખના તેડામાં આવ્યા હતા.

બીજી તરફ બપોરના સમયે મનભાવતા ભોજનીયા સાથે મીઠાઈમાં ટોપરપાક રાખવામાં આવ્યો હતો અને શુભ પ્રસંગે સૌ કોઈએ આનંદથી ભરપેટ ભોજન કર્યું હતું. પરંતુ ભોજન બાદ મહેમાનોને અજુગતા અનુભવો સાથે દોડધામ મચી જવા પામી હતી. સાંજ સુધીમાં ૬૦ થી ૭૦ જેટલા મહેમાનોને દવાખાના ને ખસેડવામાં આવ્યા હતા.બીજી તરફ રાતભેર ગામેથી આવેલા મહેમાનોને પણ પેટમાં ગુડગુડિયા શરૂ થતાં માથક સહિતના આજુબાજુના ગામમાં ઉપરાંત હળવદ સુધી દવાખાને દોડવું પડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, શુભ પ્રસંગે જમણવારમાં હળવદના મીઠાઇના વેપારીને ત્યાંથી ટોપરાપાક ખરીદ કરવામાં આવ્યો હોય ફૂડ પોઇઝનિંગને કારણે આ વેપારીને પણ હાલમાં પરસેવા છૂટી ગયા હોવાનું જાણવા મળ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!