વનવિભાગ સંયુક્ત ઉપક્રમે એફ્પો સંસ્થા દ્વારા દયાનંદ ચોક ખાતે વિનામૂલ્યે રોપા વિતરણ કર્યા
જીવ અને વન નો સમન્વય એટલે જીવન આ સુત્રને સાર્થક કરવા 5 જુન વિશ્ર્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ટંકારા વનવિભાગ અને સામાજિક વનિકરણ વિભાગ રાજકોટ દ્વારા હરબટીયાળી આરોગ્ય કેન્દ્ર ખાતે વુક્ષારોપણ કર્યુ હતું તો જૈવ વિવિધતા અને BCI પ્રોજેક્ટ અંતર્ગત એફ્પો સંસ્થાના ફિલ્ડ ફેસીલેટર સાથે રહી ટંકારા શહેરમા તુલસી,ઉમળો,અરડૂસી,બિલ્લી ના રોપાનુ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતું જે બે કલાક જેટલા ટુકા સમયમાં ખલાસ થઇ જતા નગરવાસી દ્વારા રોપઉછેર ની અવેરનેસ જોવા મળી હતી
કોરોના કપરાં કાળે કાળા માથાના માનવી ને જીવનચક્ર માટે પર્યાવરણ અને પ્રાણવાયુની કેવી કિમત છે એ ઝલક દેખાડયા પછી આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી સામાજિક વનસંરક્ષક વિભાગ રાજકોટ અને વનવિભાગ ટંકારા ના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે. ટી કુડારીયા. એસ આર વાધેલા. મેહુલભાઈ સંધાણી.
એ એ રાઉમા સહિત નો ફોરેસ્ટ વિભાગ હાજર રહો હતો. એફ્પો સંસ્થાના પિ. યુ. મેનેજર ક્રિમપાલ દેત્રોજા. રાજન ગોગરા.જયેશભાઈ. સંદિપભાઈ. નિતાબેન આ ઉજવણીમા જોડાયા હતા.