Thursday, January 2, 2025
HomeGujaratફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા વિનામૂલ્યે બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા વિનામૂલ્યે બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો

હળવદ ના જરૂરિયાત મંદ પરિવારો ની વહારે આ યુવાનો હરહંમેશ તૈયાર હોય છે – ભક્તિનંદન સ્વામી

- Advertisement -
- Advertisement -

વેદોમા ઉલ્લેખ નથી તેવો સેવાયજ્ઞ આ ગ્રુપ કરી રહ્યું છે – દિપકદાસ મહારાજ

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા વિનામૂલ્યે બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય કરીને આ પ્રોજેક્ટ ને ખુલ્લો મુકવામાં આવ્યો. આ આયોજન હળવદની જાહેર જનતા કે જેઓને પોતાનું બ્લડ ગ્રુપ કયું છે તેનો ખ્યાલ ન હોય અને જ્યારે લોકોને ઈમરજન્સી માં બ્લડની જરૂર પડે ત્યારે ઉપયોગમાં આવી શકે તેવા હેતુથી લોકો માટે આ વિનામૂલ્યે બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ આયોજન હળવદની શ્રીજી લેબોરેટરી ના કર્મચારીઓના સહિયારા સહયોગથી દાતા વિશાલ નરેન્દ્રભાઇ ત્રિવેદી ચરાડવાના સહકારથી કરવામાં આવ્યું હતું , 280 જેટલા લાભાર્થીઓએ આ પ્રોજેક્ટ નો લાભ લીધો હતો. આ કાર્યક્રમના અતિથિ વિશેષ સ્વામિનારાયણ મંદિર જૂનું ટાવર વાળા ના મહંત ભક્તિનંદન સ્વામી તેમજ લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપક દાસ મહારાજ‌ ઉપસ્થિત રહ્યા હતા. હળવદના ઇતિહાસમાં આ પ્રથમ વખત પ્રોજેક્ટ કરવામાં આવ્યો હશે. આવેલ તમામ મહેમાનોનું સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું.

વધુમાં ગ્રુપના પ્રમુખ અજુભાઈ જણાવ્યું હતું કે વધૂ માં વધુ લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો અને હળવદમાં અમે સતત સેવાકીય પ્રવૃત્તિ કરતા રહીશું ,સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી આશીર્વચન આપ્યા હળવદના આ યુવાનો જે સેવા કાર્ય કર્યા છે તેને તે વંદન કર્યા તેમજ આ યુવાનો જરૂરીયાત મંદ પરિવારને ની વચ્ચે હરહંમેશ હાજર જ હોય છે એવું પણ જણાવ્યું હતું તેમજ લક્ષ્મી નારાયણ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે પોતાનાં આશિર્વચન માં વેદોમાં પણ જે યજ્ઞ નો ઉલ્લેખ નથી તેવા સેવાયજ્ઞ આ ગ્રુપ કરે છે તેવું જણાવ્યું હતું લોકોનો પ્રવાહ વધતા પ્રોજેક્ટ સાંજ સુધી લંબાવવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટને સફળ બનાવવા ગ્રુપ તમામ સભ્યોએ ભારે જહેમત ઊઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!