આ નેત્રયજ્ઞ કેમ્પ કુલ 375 દર્દીઓના આંખની તપાસ કરવામાં આવી જેમાં 136 દર્દીઓને મોતિયાનું નિદાન થયું અને 102 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા
આજરોજ હળવદ મધ્યે આવેલ શ્રીરામાનંદી સમાજ સેવા ટ્રસ્ટની વાડી ખાતે શ્રીરણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ દ્વારા અને શ્રીરામાનંદી સમાજ સેવા ટ્રસ્ટ હળવદ તાલુકાના સહયોગથી વિનામૂલ્યે શ્રીસદગુરુ નેત્રયજ્ઞ કેમ્પનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, આ કેમ્પમાં હળવદ તાલુકા અને આસપાસના 375 જરૂરિયાતમંદ દર્દીઓએ આ કેમ્પમાં પોતાની આંખની તપાસ કરવામાં આવી હતી જેમાં શ્રીરણછોડદાસજી બાપુ હોસ્પિટલના નિષ્ણાંત આંખના સર્જન ડોકટર દ્વારા દર્દીઓના આંખની તપાસ કરવામાં આવી હતી જેમાં 136 દર્દીઓને આંખમાં મોતિયાની તાપસ કરવામાં આવી હતી અને જેમાંથી 102 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે શ્રીરણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યા હતા તમામ દર્દી નારાયણને આવવા જવાની સુવિધા તેમજ જરૂરી દવા – ટીપાં અને ચશ્માં સહિત રહેવા જમવાની સુવિધા આ કેમ્પમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવી છે ત્યારે પરમ પૂજ્ય શ્રીરણછોડદાસજી બાપુનું સૂત્ર હતું કે “મુજે ભૂલ જાના પરંતુ નેત્રયજ્ઞ કેમ્પ કો મત ભૂલના ” ત્યારે તેના અનુયાયીઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં માનવસેવાના વિવિધ સેવાકાર્યો થઈ રહ્યા છે અને દેશભરમાં વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ થઈ રહ્યા છે ત્યારે હળવદમાં દર મહિનાની 8 તારીખે વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
આ કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રીરણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ અને શ્રીરામાનંદી સમાજ સેવા ટ્રસ્ટ , ધર્મપ્રેમી સેવા ગ્રુપ ના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી