Friday, December 27, 2024
HomeGujaratઆવતીકાલથી ટી.બી. મુક્તિ અભિયાન અંતર્ગત હળવદમાં લોકોને વિનામુલ્યે એક્સરે કાઢી આપી ટી.બી.નું...

આવતીકાલથી ટી.બી. મુક્તિ અભિયાન અંતર્ગત હળવદમાં લોકોને વિનામુલ્યે એક્સરે કાઢી આપી ટી.બી.નું નિદાન કરાશે

ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત હળવદ પંથકમાં ટીબીના કેસ વધુને વધુ શોધી કાઢી તેનો ઈલાજ કરવાના હેતુસર આવતીકાલે તા.૭ ના રોજ હળવદ તાલુકામાં એક્સરે વાનનું આગમન થશે. જેમાં હળવદ તાલુકાના માથક ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી આવતીકાલે એક્સરે વાનનું પ્રસ્થાન કરાશે. આ એક્સરે વાન હળવદ તાલુકાના ગામે-ગામ ફરશે અને લોકોને વિનામૂલ્યે એક્સરે કાઢી આપવામાં આવશે. તેમજ લોકોના ટીબી અંગે નિદાન કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

જ્યારે ટીબીના લક્ષણોમાં ૧૫ દિવસથી વધુને વધુ ખાંસી આવવી, કફ આવવા, વજન ઘટવું, ભૂખ ન લાગવી વગેરે લક્ષણો દેખાય તેવા લોકોને એક્સરે વાનનો લાભ લેવાની અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા, જિલ્લા ક્ષય અધિકારી ડો. કમલેશ પરમાર, તાલુકા આરોગ્ય અધિકારી ડો. ભાવિન ભટ્ટી, તાલુકા ટીબી સુપરવાઇઝર રાજેન્દ્રભાઈ પરમારનાં માર્ગદર્શન હેઠળ આરોગ્ય તંત્રની વિવિધ ટીમો કામ કરશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!