સત્યનારાયણ ભગવાન ની કથા,રોજ અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી સહિતના રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા.
હળવદમાં ગોરી દરવાજા યુવક મંડળ આયોજિત ભવ્ય ગણપતિ મહોત્સવનો આયોજન વાલાજીના ચોરા પાસે કરવામાં આવ્યું છે. આ ગણપતિ મહોત્સવમાં રોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો ધૂન ભજન મહા આરતી સત્યનારાયણ ભગવાનની કથા રાસ ગરબા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ વિસ્તારના લોકો ઉત્સાહભેર ગણપતિ ઉત્સવમાં જોડાઈ રહ્યા છે,ગણપતિ ઉત્સવનું આયોજન છેલ્લા ૨૦ વર્ષથી કરવામાં આવે છે જેમાં રાસગરબા તેમજ સમૂહ ભોજન ના આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં ભાઈઓ ,બહેનો મોટી સંખ્યામાં જોડાઈને આ ઉત્સવ ઉજવી રહ્યા છે જેનો દરેક ભાવિકોએ લાભ લેવો, તેવુ યુવક મંડળ ના સભ્યો દ્વારા જણાવ્યું હતું. આ વિસ્તારના જ મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી સત્યનારાયણ ભગવાનની કથાના યજમાન પદે બિરાજમાન થયા હતા,પુજા અર્ચના કરી પોતાના વિસ્તારના લોકોની સુખાકારી માટે મંગળ કામના માટે ગજાનન ગણપતિ ને પ્રાર્થના કરી હતી, સત્યનારાયણ ભગવાનની કથા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કીશોરભાઈ શાસ્ત્રી પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું, મહા આરતી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન ગોરી દરવાજા ગણપતિ મહોત્સવ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું, આ મહોત્સવમાં સામાજીક રાજકીય આગેવાનો વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહ્યા હતા.