Sunday, September 29, 2024
HomeGujaratમોરબીમાં ખનીજ થી લઇ પોલીસ કચેરીઓ સુધી આંટા મારતી ટોળકી સક્રિય :...

મોરબીમાં ખનીજ થી લઇ પોલીસ કચેરીઓ સુધી આંટા મારતી ટોળકી સક્રિય : ભાજપ આગેવાન અને ધારાસભ્યોના નામ વટાવતાં હોવાની ચર્ચા : ધારાસભ્યો અજાણ !!!

ગેરકાયદેસર હોર્ડીગ,જાહેરાતોના બોર્ડ,ખનિજ ચોરી સહિતના ધંધાઓ પર ટોળકી સક્રિય : સ્થાનિક ધારાસભ્યો કરતા અમુક આગેવાનોના આંટાફેરા વધારે : તમામ વિગતો સરકારી કચેરીમાં લાગેલા સીસીટીવી માં કેદ : ધારાસભ્યો ના સગા કરતા પણ આ ટોળકી નો દબદબો વધુ હોવાની ચર્ચા : પ્રદેશ ભાજપમાં પુરાવા સાથે લેખિત રજૂઆત કરાઈ હોવાની ચર્ચા : જરૂર પડ્યે એસીબી,ઈનકમ ટેક્ષ વિભાગ ને જોડી હાઇકોર્ટમાં જઈ યોગ્ય તપાસ કરવા પણ તૈયારી : અધિકારીઓ અને અન્ય ક્ષેત્રના લોકો પોતાની મર્યાદા બહાર જઈ અન્ય લોકોની છબી ખરડાય તેવી ચર્ચાઓ અને અફવા ફેલાવતા હોવાની ચર્ચાઓ : આવા આગેવાનો થી અધિકારીઓને સાવચેત રહેવાની જરૂર

- Advertisement -
- Advertisement -

મોરબીમાં વિધાનસભા ચૂંટણી પછી અનેક નવા પહેલું અસ્તિત્વમાં આવ્યા છે એક ગ્રુપ નું રાજ ગયું અને બીજા ગ્રૂપનું રાજ આવી ગયું હોય તેમ જાણે ચા કરતાં કીટલી ગરમ હોવાનો માહોલ મોરબી વાંકાનેર પંથકમાં જોવા મળી રહ્યો છે જો કે આ વાતની ભાજપના ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓને ખબર નહિ હોય કદાચ પરંતુ મોરબીમાં જીલ્લા કક્ષાએ ક્યાં ધંધા ચલાવવા અને ક્યાં ધંધા ના ચલાવવા એક પાંચ પાંડવોની સક્રિય ટોળકી નક્કી કરે છે.મોરબી નગરપાલિકા જાહેરાતના કોન્ટ્રાક્ટ હોય કે પછી રોડ ના કોન્ટ્રાક્ટ હોય કે ખનીજ ચોરી કે પછી લોખંડ ચોરી બાયો ડીઝલ કે પછી રેતી ચોરી તમામ ગેરકાયદેસર ધંધાઓ પર આ ટોળકી જાણે પોતાનો ધરોબો ઊભો કરવા માંગતી હોય તેવો ઘાટ મોરબી જીલ્લામાં જોવા મળી રહ્યો છે.આમ તો સરકારી કચેરીઓમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ અથવા પ્રજાના વચ્ચે રહેતા લોકો અથવા અરજદારો જ જતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી મોરબી અને વાંકાનેર પંથકમાં અધિકારીઓ અને નાના કર્મચારીઓ પર પોતે રાજકીય વગ અને ચૂંટાયેલ પ્રતિનિધિઓના અંગત હોવાનો દાવો કરી અમુક વ્યક્તિઓ ધાર્યા કામ પાર પાડી રહ્યા છે અને આ ટોળકીમાં બધા પોત પોતાના નિર્ધારિત રોલ નિભાવી રહ્યા છે.

કદાચ ચૂંટાયેલા ધારાસભ્યો જેટલી વાર અધિકારીઓ અને સરકારી કચેરીઓના આંટા ફેરા નથી કરતા કે અધિકારીઓને ફોન નથી કરતા એટલા ફોન આ આગેવાનો કરી પોતાનું વર્ચસ્વ ખોટા ધંધાઓ તરફ વાળવા માંગતા હોય તેવો ઘાટ મોરબી જીલ્લામાં જોવા મળી રહ્યો છે મોરબીમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એ નગરપાલિકા માં બેસવાનું શરુ કરતા ઘણું બધું બંધ થઈ ગયું છે તો વાંકાનેરમાં પણ જીતુભાઈ સોમાણી પોતાની આગવી છાપ અને તટસ્થતા નીડરતા અને ઈમાનદારી માટે જાણીતા છે પરંતુ આ અમુક આગેવાનો તેની સાથે જોડી અને અનેક કચેરીઓના અધિકારીઓ સાથે સાંઠ ગાંઠ રાખી ખોટા કામો કરાવી અન્ય આગેવાનો અને કર્મચારીઓની આઘીપાછી કરી બીજાની લીટી ટુંકી પોતાની લીટી લાંબી કરવાની પ્રવૃતીઓ કરતા હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી છે જો કે આ અધિકારીઓની સ્થિતિ બિચારા જેવી છે પંરતુ ધારાસભ્યો અને તેના સગા કે કુટુંબી જનો કરતા પણ આ ટોળકી આટલી બધી કેમ અધિકારીઓ સાથે બેઠકો કરે છે એ ધારાસભ્યો એ પણ જાણવું જરૂરી છે આ આગેવાનોને લીધે ધારાસભ્યોની છબી ખરડાઈ રહી છે અમુક વ્યક્તિઓને બાદ કરતા બધા લોકોની નજર આ ટોળકી પર છે એટલું જ નહિ આ માટે સરકારી અધિકારીઓની કચેરીઓના સીસીટીવી ચેક કરે તો પણ તેઓની હાજરી સાબિત થઈ જશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે જો કે આ મામલે રાજ્યના મુખ્યમંત્રી,ગૃહમંત્રી,પ્રદેશ પ્રમુખ અને દિલ્હી સુધી આ ભાજપ આગેવાનો અને તેના સાથે રહેલા અમુક અધિકારીઓ અને અન્ય ક્ષેત્ર ના અમુક મર્યાદા માં રહી કામ કરવા માટે બંધનકર્તા લોકો પણ પોતાના અંગત સ્વાર્થ માટે આવા લોકો સાથે જોડાયેલ છે જેના નામ વિગત સાથે પુરાવા સાથે લેખિત રજૂઆત કરી હોવાની ચર્ચા પણ સૂત્રોમાંથી જાણવા મળી છે.

જેથી અધિકારીઓ પણ એ ભૂલી ના જતા કે તેઓ સ્થાનિક અને પ્રજાના પ્રશ્નો ને વાચા આપવાની છે આવા દલાલ કહેવાતા આગેવાનો સાથે ખોટા સમયે ખોટી જગ્યાએ થતી બેઠક તેઓને પણ નુકશાન કારક આગામી સમયમાં સાબિત થઈ શકે છે.ગમે તેવી સ્થિતિમાં મોરબી મીરર હમેશા સત્ય સાથે રહ્યું છે અને રહેશે જેથી આવા આગેવાનો ના ફોટા અને અધિકારીઓની કચેરીઓના આંટાફેરા ના પુરાવા સાથે ના સમાચારો પણ આગામી સમય માં પ્રસારિત કરીશું અને તેની જોડાયેલ અન્ય ખેતર સાથે સાથે ગેરકાયદેસર હોર્ડિંગ ક્ષેત્ર ના વ્યક્તિઓ જો હશે અને આર્થિક લાભ મેળવી ખોટા કામો કરતા હશે તો તેને ઉજાગર કરતા જરા પણ ડરીશું નહિ મોરબી માં હાઇવે પર અને શહેરમાં કોન્ટ્રાક્ટ કરતા વધુ કોઈ સેફ્ટી વાગે આડેધડ મારેલા જાહેરાતોના બોર્ડ તેમજ આવા આગેવાનોની રહેમ નજર હેઠળ ચાલતા ખનીજ ચોરી મામલે પણ જરૂર પડયે આરટીઆઈ એકિટવિસ્ટ ગુજરાત ના એક સભ્ય દ્વારા પુરાવાઓ સાથે આવક કરતા વધુ સંપત્તિ માટે એસિબી અને ઈનકમ ટેક્ષ વિભાગને જોડી તમામ વ્યક્તિઓના નામ સાથે યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ સાથે હાઇકોર્ટ માં પિટિશન દાખલ કરવાંની તૈયારીઓ શરૂ કરાયાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.જો આવતા અંકે વધુ વિગતો સાથે ફરી આ અહેવાલ પ્રસારિત કરીશું પરંતુ મલાઈદાર પોસ્ટ ની લાલચ અથવા પ્રભાવમાં કે અન્ય લાલચમાં ન આવી આવા આગેવાનો થી દુર રહેવા અને સ્થાનિક ધારાસભ્ય સાથે વાત ચિત કરી આગળ વધવું જોઈએ અને આવા લોકોને પણ પોતાની મર્યાદામાં રહેવા મોરબી મીરર ટકોર કરી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!