ICDS ટંકારા દ્વારા અટલ સ્વાન્ટા સુખાય યોજના હેઠળ ગર્ભ સંસ્કાર સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં સરકાર દ્વારા કાર્યરત પ્રોજેક્ટ અભિમન્યુનું પ્રોપર લાગુ થાય તે માટે ગાયનેકોલોજિસ્ટ ડૉ. હર્ષાબેન દ્વારા સગર્ભાનું ગર્ભ સંસ્કાર, તેનું મહત્વ આવનારી પેઢી માટે ફાયદા, બાળક, માતા અને સમાજને ફાયદા પૌષ્ટિક આહાર, આરોગ્ય સેવાઓ, યોગ મેડીટેશન, સંગીત, રમત – ગમત, માતા બાળકનો સવાંદ વગેરે બાબતોથી થતાં ફાયદા વિશે માગૅદશૅન સેમીનારમાં આપવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના અટલ સ્વાન્ટા સુખાય યોજના (પ્રોજેક્ટ અભિમન્યુ) અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી મોરબીની સૂચના અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ICDS મોરબીના માર્ગદર્શન હેઠળ ICDS ઘટક ટંકારા દ્વારા ગર્ભ સંસ્કાર કાર્યક્રમ તમામ આંગણવાડી કાર્યકર અને તેડાઘર માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ અભિમન્યુનું પ્રોપર ઇમ્પ્લીમેશન થાય તે માટે ગર્ભ સંસ્કાર વિશે ગાયનેકોલોજિસ્ટ ડૉ. હર્ષાબેન દ્વારા સગર્ભા નું ગર્ભ સંસ્કાર, તેનું મહત્વ આવનારી પેઢી માટે ફાયદા, બાળક, માતા અને સમાજને ફાયદા પૌષ્ટિક આહાર, આરોગ્ય સેવાઓ, યોગ મેડીટેશન, સંગીત, રમત – ગમત, માતા બાળકનો સવાંદ વગેરે બાબતોથી થતાં ફાયદા વિશે માગૅદશૅન આપવા માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમની ટંકારા CDPO તેમજ દેકાવાડિયા અને ટંકારા ICDS સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી..