મોરબી નવયુગ સાયન્સ સ્કૂલની વિદ્યાર્થીનીગોધાણી ચાંદનીએ NEET પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે નીટ પરીક્ષામાં ૬૬૨ માર્ક્સ મેળવી ઓલ ઇન્ડિયન રેન્કમાં તેને સ્થાન પ્રાપ્ત કર્યું છે.
નવયુગ સાયન્સ સ્કૂલે વર્ષ ૨૦૨૦ માં સાયન્સની બોર્ડ, ગુજકેટ, જી મેઈન, જી એડવાન્સ અને નીટ સહિતની તમામ પરીક્ષામાં પ્રથમ રહીને અકલ્પનીય સફળતા પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે જેમાં નીટ પરીક્ષામાં ૬૬૨ માર્ક્સ મેળવી ગોધાણી ચાંદનીએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે ગોધાણી ચાંદનીએ બોર્ડની પરીક્ષામાં પણ ૬૫૦ માંથી ૬૧૦ માર્ક્સ મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ રહી હતી બાદમાં ગુજકેટની પરીક્ષામાં પણ ૧૦૮.૭૫ માર્ક્સ મેળવી સમગ્ર મોરબી જીલ્લામાં પ્રથમ રહી હતી તો હવે નીટ માં પણ મોરબીના ઇતિહાસમાં પ્રથમ વખત ૬૬૨ માર્ક્સ પ્રાપ્ત કરીને નવયુગ સાયન્સ સ્કૂલની વિદ્યાર્થીનીએ ઈતિહાસ રચ્યો છે.જે સિદ્ધિ બદલ નવયુગ સાયન્સ સ્કૂલના પી ડી કાંજીયા, સ્ટાફ પરિવાર ગોધાણી ચાંદનીને શુભકામનાઓ પાઠવી છે