Wednesday, December 25, 2024
HomeGujaratટંકારા તાલુકાના લખધીરગઢમા આજ સુધી યોજાઈ નથી ગ્રામ પંચાયતની ચૂંટણી

ટંકારા તાલુકાના લખધીરગઢમા આજ સુધી યોજાઈ નથી ગ્રામ પંચાયતની ચૂંટણી

ગ્રામ પંચાયતની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે ત્યારે ઉમેદવારો પોતાનું વર્ચસ્વ દેખાડવા દોડી રહ્યા છે તેવામાં મોરબી મહારાજ લખધિરજીએ વસાવેલા ટંકારા તાલુકાના લખપતિ લખધીરગઢમા આજ સુધી એક પણ વખત ગામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. ગ્રામના અગેવાનો અને યુવાનોએ આ ટર્મમાં ગામને સમરસ બનાવી ઉજળી પરંપરા યથાવત રાખી છે.

- Advertisement -
- Advertisement -

ચૂંટણી પહેલા જ સમરસ ગ્રામ પંચાયતની જાહેરાત કરી સરપંચ પદે મગનભાઈ નાનજીભાઈ વિઠલાપરાની નિયુક્તિ કરાઈ છે જ્યારે સભ્યો તરીકે ધર્મનિષ્ઠાબેન સુભાષભાઈ ઢેઢી, અમરશીભાઈ રણછોડભાઈ ભાગિયા, નિતીન કુમાર વાલજીભાઈ બોડા, કિશોરભાઈ ઓધવજીભાઈ સવસાણી, શોભનાબેન રજનીકાંતભાઈ પનારા, દક્ષાબેન રમેશભાઈ કંકાસણીયા અને દક્ષાબેન જીતેન્દ્રભાઈ સોલંકી પંચાયતનું સુકાની સંભાળશે.અત્રે ઉલ્લેખનીય છે કે લખધીરગઢ ગામ ગુજરાત રાજ્યનું આધુનિક ગામ છે અને અનેક એવોર્ડ પણ વિજેતા થઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!