ગણપતિ બાપા મોરિયા…… રિદ્ધિ સિદ્ધિના સ્વામી ગૌરીનંદન દુદાળા ગણેશજીની ભવ્ય ઉજવણી શરૂ શેરી અને મહ્હોલા વિધ્નહર્તાના નાદથી ગુજી ઉઠ્યા. કોરોના પગલે સરકારની ગાઈડ લાઈન મુજબ પંડાલ ઉભા કરાયા.
એકદંતાય વિધ્નહર્તાના ગણેશ ઉત્સવને લઈ ટંકારા જાણે મુંબઈમાં પલટી દેવામાં આવ્યુ હોય તેવુ જોવા મળી રહ્યું છે. ટંકારા તાલુકાના ગામડા અને શહેરોમાં મહોલ્લા, ધર અને પંડાલોમાં ગણપતિદાદાનુ શ્રધ્ધા અને હર્ષોલ્લાસ સાથે સ્થાપક આરાધના શરૂ થઈ ગઈ છે.
દેશની માયા નગરી મુબઈ બાદ ગુજરાતની મેગા સિટી માથી નાના શહેરો અને ગામડાઓમાં પણ ગણેશ મહોત્સવ પહોચી ગયો છે. ટંકારાના ધેટીયા વાસ, મકનાની શેરી, લક્ષ્મી નારાયણ શેરી નં 6 સહીત નેકનામ જબલપુર સહિત નાનામા નાના ગામડે પણ ગણેશજીની વિધીવત સ્થાપન કરવામાં આવી છે. નિત્ય સવારે અને રાત્રે મહાઆરતી, શ્રીગાંર, મહાપ્રસાદ, સેવા – પુજા સહીતની મહેમાન ગતી દુદાળા દેવ ટંકારામાં પણ માણશે. આ વર્ષે કોરોના વાઈરસને પગલે નિયમો પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે.