Sunday, January 12, 2025
HomeGujaratહળવદ કન્યા છાત્રાલય ખાતે પાટીદાર સમાજનું ભવ્ય સંમેલન યોજાયું:દસ હજાર કરતા વધુ...

હળવદ કન્યા છાત્રાલય ખાતે પાટીદાર સમાજનું ભવ્ય સંમેલન યોજાયું:દસ હજાર કરતા વધુ પાટીદારો ઉપસ્થિત રહ્યા

હળવદની કન્યા છાત્રાલય ખાતે પાટીદાર સમાજનું સ્નેહ મિલન યોજાયું હતું જેમાં મોટીવેશનલ સ્પીકર જય વસાવડા ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ સ્નેહ મિલનમાં દસ હજાર કરતા વધુ પાટીદાર સમાજના લોકો જોડાયા હતા.

- Advertisement -
- Advertisement -

આગામી સમયમાં વિધાનસભા ની ચૂંટણી આવી રહી છે ત્યારે હળવદમા પાટીદાર સમાજ નું ભવ્ય સંમેલન મળ્યું,હળવદ ખાતે આવેલ ઉમા કન્યા છાત્રાલય માં હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાટીદાર સમાજનું ભવ્ય સ્નેહમિલન સંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ મોટીવેશન સ્પીકર જય વસાવડા ની રહી હતી જય વસાવડા દ્વારા અલગ અલગ ઉદાહરણો આપી લોકોને મોટીવેશન આપવામાં આવ્યો હતો , હળવદ પાટીદાર સમાજ પ્રમુખ જશુભાઈ પટેલ , એપીએમસી ચેરમેન રણછોડભાઈ પટેલ , ચંદુભાઈ પટેલ,નીતિન ભાઈ પટેલ વાસુ ભાઈ સીણોજીયા,ભીખાભાઈ પટેલ , ઘનજી ભાઈ ભોરનીયા , ધર્મેન્દ્રભાઈ એરવાડીયારજનીભાઈ સંઘાણી , કાનજીભાઈ પટેલ પટેલ બોર્ડિંગ પ્રમુખ સુરેન્દ્રનગર ,ઘનશ્યામભાઈ પટેલ સામાજિક અગ્રણી ધોળી, ચંદ્રેશભાઇ માકાસણા પ્રમુખ ગુજરાત સમાજ જયપુર, નંદલાલ પટેલ સામાજિક અગ્રણી ધાંગધ્રા ,ચમનભાઈ મૂળજીભાઈ ઉદ્યોગપતિ મોરબી ,શામજીભાઈ પટેલ સાવ્ય ગ્રુપ મોરબી, મનસુખભાઈ પારેજિયા ,ગણેશ બાપા પાટીદાર સંસ્થા ના પ્રમુખ ધાંગધ્રા , ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પાટીદાર યુવા ગ્રુપ દ્વારા ભારે જેહમત ઉઠાવવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!