હાલમાં ગુજરાતમાં ચારેતરફ વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને ઠેર-ઠેર વરસાદ વરસી પણ રહ્યો છે. રાજકોટ, ગીર-સોમનાથ, અમરેલી, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હળવદ પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. આજે દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. હળવદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી હતી અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોરદાર પવન, વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની સવારી નીકળી હતી. ત્યારે નિચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. તેમજ પાણી ભરાતાની સાથે જ પાલિકાના પ્રિ-મોન્સૂન કામગીરીનો ફીયાસ્કો થયો હતો.