ટંકારા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કારોબારી સમિતિ અને ન્યાય સમિતિ ની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલ નામો માં માત્ર એક મત મળ્યો હતો તેમજ પૂર્વ પ્રમુખ એ રજૂ કરેલ નામો માં બહુમતિ મળી હતી તેમજ પૂર્વ પ્રમુખ દ્વારા રજૂ થયેલ સમિતિના નામોને કોંગ્રેસ એ પણ હોંકારો આપ્યો હતો.
ટંકારા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી રજુ થયેલ 5 સભ્યોની કારોબારી સમિતીના નામો માટે માત્ર એક જ મત મળ્યો હતો જ્યારે બીજી છ સભ્યોની સમિતિને પુર્વ પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયાએ રજુ કરતા તેને ૧૧ મત મળ્યા હતા જેમાં કોંગ્રસના સભ્યે પણ હોંકારો ભણતા રાજકીય ગરમાવો આવી ગયો છે.ટંકારા તાલુકા પંચાયતમાં કુલ ૧૬ માથી બે સભ્યો આજની સામાન્ય સભામાં ગેરહાજર હતા.તેમજ પ્રમુખ સ્થાન ની સમિતિને માત્ર એક મત અને પૂર્વ પ્રમુખ એ જાહેર કરેલ સમિતિ ને બહુમતિ અને એમાં પણ કોંગ્રેસ ના સભ્યે પણ સહમતી દર્શાવતા સ્થાનિક નેતાઓ ટંકારા તાલુકા પંચાયત ખાતે પહોંચી ગયા હતા.કોગ્રેસના આલા કમાન્ડના નેતા ચેતન ત્રિવેદી વિપુલ કુડારીયા સહિતના એ મહિલા પ્રમુખ સ્થાન વાળી સમિતી માટે મતદાન કર્યું હતું.સૌથી મહત્વની વાત એ છે કે પ્રમુખ તરીકે સમિતી રજુ કરનારે પણ તટસ્થ રહી મત ન આપતા રાજકીય આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.