ATSનીં ટીમેં મોરબીના ચકચારી કુખ્યાત મુસ્તાક મીરની હત્યાના મુખ્ય આરોપી અને નાસતા ફરતા હિતેન્દ્રસિંહ ઝાલાની વડોદરા ખાતેથી ધરપકડ કરી
ગુજરાત ATS ડીઆઈજી હિમાંશુ શુકલાની સૂચનાથી ATS ડીવાયએસપી ભાવેશ રોજીયા સહિતની ટીમ દ્વારા આજે વડોદરા ખાતેથી મોરબીની હત્યાના આરોપી હિતેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી છે જેમાં વર્ષ 2017માં મોરબીના કુખ્યાત મુસ્તાક મીરની હત્યા નિજપાવવામાં આવી હતી બાદમાં પોલીસે આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા સહિતના અન્ય સાથીદારોની ધરપકડ કરી હતી બાદમાં હિતેન્દ્રસિંહ ઝાલાને મુસ્તાક મીરના ભાઈ આરીફ મીરથી પણ જીવનું જોખમ હોવાનું જાણવા મળતાં હિતુભા ઝાલાએ આરીફનો રસ્તો કરવાનું મન બનાવી લીધું હતું
જેમાં તેઓ જામનગર જેલમાંથી પેરોલ પર આવ્યા બાદ હાજર થયા ન હતા અને પેરોલ જમ્પ કરી નાસી છૂટયા હતા કયા દરમ્યાન હિતેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે હિતુભા પર કાલિકા પ્લોટમાં રહેતા મુસ્તાક ગુલમામદ મીરના ભાઈ આરીફ ગુલમામદ મીરનું ઢીમ ઢાળી દેવા માટે યુપીથી શાર્પ શૂટરો મંગાવી અને ફાયરિંગ કરી હત્યા નિપજાવાના ષડયંત્ર માં પણ મુખ્ય આરોપી તરીકે નામ ખુલ્યું હતું આ ફાયરિંગના બનાવમાં એક સગીરનું મોત પણ નીપજ્યું હતું જેમાં પોલીસે હત્યા અને ષડયંત્ર રચી હત્યાની કોશિષનો ગુનો નોંધી શાર્પ શૂટરની ધરપકડ કરી હતી જો કે આ બાદ પણ જેમાં પણ હિતેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે હિતુભાનું નામ ખુલ્યું હતું પરંતુ એ પોલીસ પકડથી દૂર હતા બાદમાં ATS દ્વારા અમદાવાદ થી હિતેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી હતી અને તપાસ બાદ હિતુભા ઝાલાને સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યા હતા જેમાં મોરબી મુસ્તાક મીરની હત્યાના ગુનામાં કોર્ટમાં હાજર કરતી વેળાએ ધ્રાંગધ્રા હોનેસ્ટ હોટેલ નજીક ચા પાણી પીવા માટે ઉભા રહ્યા હતા જ્યાંથી ગત ઓક્ટોબર મહિનામાં પોલીસ જાપતાં માંથી નાસી ગયા હતા ત્યારથી તેઓ નાસતા ફરતા હતા તો સામેના પક્ષે આરીફ મીરના પરિવારજનોને આરીફની હત્યાનો ડર સતાવતો હતો જેને લઈને અનેક રજુઆત પણ કરવામાં આવી હતી
આજે ગુજરાત ATS ટીમને નાસતા ફરતા આરોપી હિતેન્દ્રસિંહ ઝાલા વડોદરામાં આવેલ મોલ નજીક હોવાની ખાનગી રીતે માહિતી મળતા ATS ડીઆઈજી હિમાંશુ શુક્લા ની સૂચનાથી ડીવાયએસપી ભાવેશ રોજીયા સહિતની ટીમે હિતેન્દ્રસિંહ ઝાલાની બપોરે બે વાગ્યાની આસપાસ વિધિવત ધરપકડ કરી હતી અને ATS અમદાવાદ ખાતે લઈ જઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે તો બીજી બાજુ સામેના પક્ષે આરીફ મીર પણ પોલીસ પર હુમલાના ગુનામાં કોર્ટે ફટકરેલી પાંચ વર્ષની સજા થતા હાલ પોલીસ પકડથી દૂર છે ત્યારે અન્ય કોઈ અનિચ્છનીય બનાવ બને એ પહેલા એક આરોપી હિતેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી લેવામાં આવી છે તો બીજી બાજુ પોલીસ એસોર્ટમાં નાસતા ફરતાં આરીફ મીરની પણ પોલીસ ધરપકડ કરી શકે તેવા સંકેતો સાંપડી રહ્યા છે હાલ ATS દ્વારા હિતુભા ઝાલાની ધરપકડ કરી ગંભીર ગુનો અટકે એ માટે કવાયત હાથ