કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ભુપેન્દ્રસિંહ જાડેજા દ્વારા ત્વરિત મુખ્યમંત્રી સાથે પરામર્શ કરી આત્મનિર્ભર યોજના આ સસ્તા વ્યાજની લૉન હેઠળ વકીલોને સમાવવા ભલામણ કરી
અમદાવાદ : બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર લીગલ સેલ નાં ચેરમેન કમ એડવોકેટ જે જે પટેલની અધ્યક્ષતામાં કાયદા મંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં BCG ના આગેવનાઓએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજાને રૂબરૂ મળી અને ગુજરાત રાજ્ય ના ૮૦૦૦૦ વકીલોનો ગુજરાત સરકારની આત્મનિર્ભર યોજના માં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં રજુઆત મળતાની સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ બંને કાયદામંત્રી દ્વારા તુરંત જ રાજ્ય સરકાર માં યોગ્ય સૂચના આપીને વકીલો ને આત્મનિર્ભર યોજના હેઠળ વકીલો ને ૧ લાખ થી ૨.૫ લાખની ઓછા વ્યાજ ની લોન આપવામાં આવે માટે તેવી સૂચનાઓ આપી અને ગુજરાતના વકીલોને આ કોરોના કાળ દરમ્યાન મદદ રૂપ થવાનો પ્રયત્ન કર્યો હતો આ રજુઆત માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે જે પટેલ,પૂર્વ ચેરમેન દીપેન દવે સહિતના બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના સભ્યો અને આગેવાનો જોડાયા હતા.