Thursday, January 16, 2025
HomeGujaratગુજરાત એફ.પી.એસ.ના પ્રમુખ અને વડાપ્રધાનના ભાઈએ હળવદ જનતા ફૂડની મુલાકાત લીધી

ગુજરાત એફ.પી.એસ.ના પ્રમુખ અને વડાપ્રધાનના ભાઈએ હળવદ જનતા ફૂડની મુલાકાત લીધી

હળવદ જનતા ફૂડ ખાતે ગુજરાત એફ. પી. એસ.ના પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભાઈ પ્રહલાદભાઈ દામોદરદાસ મોદીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી આ તકે તેઓએ જણાવ્યું હતું કે રાજ્યભરના વ્યાજબી ભાવના દુકાનદારોની કોરોના વોરિયર્સ તરીકે ગણતરી થયા અને કોરોનાને કારણે અવસાન બદલ તેઓને સહાય મળે તે માટે સરકારમાં રજુઆત કરી હતી જે રજુઆત પ્રત્યે સરકારે સાનુકૂળ વલણ આપનાવી વ્યાજબી ભાવના દુકાન દારો કોરોનાંમાં મોતને શરણ થાય તો 25 લાખની સહાયની જાહેરાત કરી હતી. આજ સુધીમાં પાંચ જેટલા દુકાનદારોને સહાય આપાઈ છે. 160 જેટલા દુકાન દારોના વારસદારોને આગામી સમયમાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચુકવવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

આ અવસરે હળવદના યુવા અને સામાજિક કાર્યકર ગીરીશભાઈ રામાનુજ તથા સાધુ સમાજના અગ્રણી સી.જે. સાધુ, ચંદ્રકાંતભાઈ સાધુ, રમેશભાઇ,બીપીનભાઈ, રાધેશ્યામભાઇ, કેદારભાઈ રાવલ, તપનભાઈ દવે સહિતના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!