ઇંગોરાળા થી હળવદ આવતો ૧૦ કીમી રોડ સાવ બિસ્માર હાલતમાં,છેલ્લા ૧૫ વર્ષ થી રોડ બિસ્માર હાલતમાં. રોડ રસ્તાના નામે કાંકરા ગ્રામજનો પરેશાન.હળવદ તાલુકાના ગ્રામીણ રસ્તાઓ ભંગાર હાલતમાં :ગ્રામીણ તાલુકાના હળવદ આવામા મોઢે ફિણ આવે તેવી હાલત, નેતાઓ વિકાસના ગુણગાન ગાઈ રહ્યા છે. તંત્ર નું પેટનું પાણી પણ હલતું નથી
હળવદ ઇંગોરાળા રોડ છેલ્લા 15 વર્ષથી સાવ બિસ્માર હાલતમાં જોવા મળે છે અનેકવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી અનેકવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી ઉકેલ આવ્યો નથી.રોડ મંજૂર થયેલ છે નેતા ઓ દ્વારા ખાતમુહૂર્ત કયૉ નું ગ્રામજનો એ જણાવ્યું હતું. છતાં આજ દીન સુધી રોડના નામે ધૂળ અને કાંકરાથી ગ્રામજનો ભારે પરેશાન છે આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમારે હોસ્પિટલે જવામાં ભારે તકલીફ પડે છે. ડીલેવરીના કેસમાં હોસ્પિટલ જતા રસ્તામાં જ ડીલેવરી થઈ જાય તેવો બિસ્માર્ રસ્તો છે અનેકવાર રજૂઆત કરી છે છતાં પણ આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી. હાલમાં છેલ્લા આઠ મહિનાથી મંદ ગતિએ કામ ચાલી રહ્યું છે. જેથી કંટાળીને ગ્રામજનોએ રોડ પર બેસીને રામધૂન બોલાવે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી ખખડધજ રસ્તાઓની કામગીરી ગોકળ ગતિએ હાથ ધરાતા લોકોમાં રોષ ફેલાયો છે. અને રસ્તાઓને નવું રૂપ તાત્કાલિક આપવા ગ્રામજનો માં માંગ ઉઠી છે. એક, દોઢ ફૂટ ઉંડા અને પાંચ – છ ફૂટ લંબાઈના ખાડા પડ્યા છે. આથી ખેડૂતોને તૈયાર માલ માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડવામાં મોઢે ફિણ આવી જાય તેવી સ્થિતિ જન્મી છે.હળવદ તાલુકાના ઈંગોરાળા થી હળવદ ને જોડતો ૧૦ કિલોમીટરનો રોડ છેલ્લા કેટલાક સમયથી અતિ બિસ્માર હાલતમાં જોવા મળે છે છેલ્લા ૧૫ વર્ષથી આ રોડનું સમારકામ કર્યું ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે આ બિસ્માર રોડ ના કારણે ગ્રામજનોને હળવદ આવું તથા દવાખાના સમયે દવાખાને આવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર કે નેતાનું પેટનું પાણી પણ હલતું નથી માત્ર મોટી મોટી વિકાસની વાતો કરવામાં આવે છે અને નેતાઓ ચૂંટણી આવતા હથેળીમાં ચાંદ બતાવવે છે તેવો આક્ષેપ ઇગોરાળા ના ગ્રામજનોએ કર્યો હતો,
પાંચથી વધુ ગામના લોકોને અસર પડે છે જો આગામી દિવસમાં રસ્તાની કામગીરીની તાત્કાલિક કરવામાં નહીં આવે તો ઉગ્રહ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. આજે તો માત્ર રસ્તા પર બેસીને રામધૂન બોલાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો જે માત્ર ટેલર હતું. જો નિરાકરણ નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી.તેમજ હળવદ ધાંગધ્રાના નવનિયુક્ત ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરાવે તેવી ગ્રામજનોએ લાગણી અને માગણી વ્યક્ત કરી હતી.