ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરા એ વિકાસનાં પ્રશ્ર્નો સાથે વિવિધ સમાજના ઉત્કર્ષ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી
હળવદ ઔદિચ્ય બ્રાહ્મણની ભોજન શાળા ખાતે ભાજપ વિચારધારા પ્રેરિત સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરિચય સંમેલન હળવદ ધ્રાંગધ્રા૬૪ વિધાનસભા બેઠક ના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા ના પરીચય સંમેલન માં સમગ્ર હળવદ તાલુકામાં થી બ્રહ્મ સમાજ પરીવાર સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતો.
આજરોજ ૬૪ ધ્રાંગધ્રા – હળવદ વિધાનસભા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત “પરિચય સંમેલન” માં હાજર રહી, ભાજપને પ્રચંડ જનસમર્થન આપવા સૌને હાંકલ કરી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા, હિમાંશુ વ્યાસ અને બ્રહ્મ સમાજના ટ્રસ્ટીઓ, બિપીનભાઈ દાદા, અજયભાઈ રાવલ, જીગરભાઈ મહેતા, વિજયભાઈ જાની, દીપકભાઈ જોષી, સહિતના અન્ય આગેવાનો સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો યુવા બ્રહ્મસમાજ પણ ઉપસ્થિત રહ્યો હતો.
આ તકે હળવદ ધ્રાંગધ્રા બેઠક ના ભાજપ ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા એ જણાવ્યું હતું કે હળવદ નાં બ્રાહ્મણો ની શક્તિ કાયક અલગ છે.હળવદ ના બ્રાહ્મણ અને લાડુ જગવિખ્યાત છે.પ્રકાશભાઈ એ વિકાસનાં પ્રશ્ર્નો સાથે વિવિધ સમાજના ઉત્કર્ષ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.હળવદ બ્રહ્મસમાજ દ્વારા જે શાહી પાધડીયુ સન્માન કરવામાં આવ્યું છે.તે બદલ હું બ્રહ્મસમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્રહ્મ સમાજ જે પ્રેમ લાગણી આપી છે તેના માટે હું કાયમી બ્રહ્મ સમાજ નો રૂણી રહીશ. બ્રહ્મસમાજ દ્વારા મંત્રોચ્ચાર કરી ને વિજયી થવાના આશીર્વાદ આપ્યા હતા.પ્રકાશભાઈ વરમોરા જંગી લીડથી જીતશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
આ તકે હળવદ બ્રહ્મસમાજ પરિચય સંમેલનમાં ઉપસ્થિત રહેલા સમાજના દરેક આગેવાનો શ્રેષ્ઠિઓ યુવાનો બ્રહ્મ પરીવારજનોનો અજયભાઈ રાવલ એ આભાર વ્યક્ત કર્યો હતો.