Thursday, January 9, 2025
HomeGujaratહળવદ સ્વામિનારાયણ પ્રસાદી મંદીર આયોજિત દિવ્ય શરદ પૂર્ણિમા મહોત્સવ ઉલ્લાસભેર ઊજવાયો

હળવદ સ્વામિનારાયણ પ્રસાદી મંદીર આયોજિત દિવ્ય શરદ પૂર્ણિમા મહોત્સવ ઉલ્લાસભેર ઊજવાયો

શરદ પૂર્ણિમા મહોત્સવ માં હરિભક્તો, ભાવિકો રાસગરબા ટ્રેડિશનલ દિવ્યનાદથી ઝુમી ઉઠ્યા હતા.પ્રેરક ઉપસ્થિત ભક્તિનંદદાસજી સ્વામી,ઓરકેસટા ગુપ્ર હરિકૃષ્ણ પટેલે પેટલાદ,દુધ પૈવાનો પ્રસાદ લય હરિભક્તો ધન્યતા અનુભવી હતી

- Advertisement -
- Advertisement -

શરદોત્સવ એટલે નિર્મળ આકાશ સમાન પવિત્ર અંતઃકરણથી આનંદ, ઉલ્લાસ અને ભક્તિના વૈભવને માણવાનો અવસર. સોળે કળાએ ખીલેલા ચંદ્રની ધવલ રંગની ચાંદની રેલાવતી રાત્રિએ હૃદયમાં ઉદ્ભવતા ભક્તિરસ દ્વારા રસરાજ શ્રી હરિ સાથે રસબસ થઈ જવાના અવસર એટલે શરદોત્સવ.

આસો સુદ પૂનમને શરદપૂર્ણિમા કે શરદપૂનમ ઉપરાંત રાસ પૂર્ણિમા કે રસ પૂર્ણિમા પણ કહી શકાય! પૂર્ણિમાની રાત્રી તો વરસમાં બાર – ૧૨ આવે છે પરંતુ શારદીય પૂર્ણિમા સૌંદર્ય અને આકર્ષણની દ્રષ્ટિએ…શ્રેષ્ઠ પૂર્ણિમા ગણી શકાય. શરદ પૂર્ણિમા મનમોહક, લાવણ્યમયી, ચિત્તાકર્ષક અને ઉન્માદી પૂર્ણિમા હોવા ઉપરાંત પૂર્ણ શૈત્ય અને શાંતિ વરસાવતી આહ્લાદક પૂર્ણિમા હોવાને લીધે ભગવાને પણ રાસલીલા માટે શરદ પૂર્ણિમાનું ચયન કર્યું હશે!!! રાત્રીના અંધકારને શીતલ ધવલ ચાંદની નીતરતા ઠંડા પ્રલશમાં તરબોળ કરનારી આ પૂર્ણિમા ભગવાનની પણ પ્રિય પૂર્ણિમા છે.

આભમાં ચંદ્ર સોળે કળાએ ખીલીને ચાંદનીને સમગ્ર આકાશ ફલક પર ફેલાવી પૂર્ણતા અને શીતળતાનું મિલન પ્રયોગ છે તો રસરાજ રાસવિહારી શ્રી હરિ સંતો-ભક્તો સહ રહસ્ય, એમાંય અને હેત- અદ્વેતનો અદ્ભુત રસ રચે છે. દરેક ભક્તને મુક્ત બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને દરેક ભક્ત ભગવાનને પૂર્ણ રીતે સ્વતંત્ર રીતે પામી શકે તે હેતુથી એક એક સંત-ભક્ત અને એક એક ભગવાન જેટલા સંતો શ્રી હરિ આવો ‘एकोहं बहुस्यां प्रजायेय…’ નો રાસ રચાય છે. વ્યક્તિમાં જયારે અનહદ આનંદ અનહદ ઊભરાય છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને ૨૦૦ વર્ષ પહેલાં અનેક સ્થળોએ શરદપૂર્ણિમાના ઉત્સવ પ્રસંગે રાસલીલા કરી હતી. પંચાળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાને એક એક સંતની સાથે એક એક અલગ રૂપ ધારણ કરીને રસ લીલા કરેલી છે તેની સ્મૃતિ તાજી કરવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ત્યારથી જ શરદપૂર્ણિમાનો ઉત્સવ દરેક મંદિરોમાં ઉજવાય છે. હળવદ શ્રી સ્વામિનારાયણ પ્રસાદી મંદિર ખાતે દિવ્ય શરદપૂર્ણિમા મહોત્સવ આયોજન પ.પૂજ્ય ભક્તિ નંદનદાસજી સ્વામી તથા અન્ય પૂજનીય સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં શરદપૂર્ણિમા મહોત્સવ સામંતસર તળાવ કિનારે મોટી સંખ્યામાં હરીભકતો રાસોત્સવ ટ્રેડિશનલ ડ્રેસ માં ઓરકેસટા હરિકૃષ્ણ પટેલ પેટલાદ ગ્રુપ ના સંગાથે દિવ્યનાદ થી ઝુમી ઉઠ્યા હતા. સૌ ઉપસ્થિત યુવાનો,વડીલો,માતાઓ.બહેનો,હરીભક્તોએ દૂધપૌવા નો સ્વાદીષ્ટ પ્રસાદ આરોગી ધન્યતા અનુભવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!