હળવદના મોરબી ચોકડી નજીક આવેલા ક્રિષ્ના પેકેજીગમાં રહી ડ્રાઈવિંગનો વ્યવસાય કરતાં જયેશભાઈ ખોડીયાના અગિયાર વર્ષના માસૂમ પુત્ર ગત તા.૬ ઓક્ટોબરથી ગુમ છે જેમાં પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે : જાણ ભેદુ હોવાની શંકા : પિતાએ પુત્ર ધ્રુવ પહેલી પત્નીનો હોવાનો ઉલ્લેખ કર્યો
હળવદના મોરબી ચોકડી નજીક આવેલા ક્રિષ્ના પેકેજીગની ઓરડીમાં જ રહેતા અને ડ્રાઇવીંગનો વ્યવસાય કરી સામાન્ય જીવન નિર્વાહ કરતા જયેશભાઈ જયંતિલાલ ખોડીયાના પુત્ર ધ્રુવ(કાનો) ઉ.વ.૧૦ ગત તા.૦૬/૧૦/૨૦૨૦ ના રોજ વિશાલ પેકેજીગમાં જ રહેલી ઓરડી નજીક જયેશભાઈના બે પુત્રો ધ્રુવ અને શિવમ બન્ને રમી રહ્યા હતા એ દરમ્યાન પહેલી પત્નીનો પુત્ર ધ્રુવ ત્યાંથી અચાનક જ બપોરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ગુમ થયો હતો જેમાં જયેશભાઈ એ જણાવ્યું હતું કે તેઓ મોરબી ખાતે આઇસર લઈને ફેરો કરવા ગયાં હતાં અને રાત્રીના નવ વાગ્યાની આસપાસ તેઓ ઘેર આવતા તેની પત્નીએ જણાવ્યું હતું કે મોટો પુત્ર ધ્રુવ (કાનો) બપોરનો રમવા ગયો છે અને મળતો નથી જે બાદ મેં તુરંત જ આજુબાજુના સગા સંબંધીઓને ત્યાં જાણ કરી હતી અને તપાસ કરી હતી પરંતુ આજદિન સુધી મારો મોટો પુત્ર ધ્રુવ (કાનો) હજુ સુધી મળ્યો નથી હળવદ પોલીસે આ ઘટનામાં અપહરણ કરી અજાણ્યાં ઈસમ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને મોરબી એસપી એસ આર ઓડેદરાએ જુદી જુદી ટિમો બનાવી અને હળવદ પોલીસ એલસીબી,એએસઓજી ટીમોને કામે લગાડી માસૂમ બાળક ધ્રુવ(કાનો) ને શોધવા આકાશ પાતાળ એક કરી દીધા છે ત્યારે બીજી બાજુ ગુમ થયેલો ધ્રુવ પહેલી પત્ની નો હોવાનું પણ ગુમ થયેલા ધુવના પિતાએ ઉલ્લેખ કર્યો છે જેથી આ બનાવમાં ક્યાંક ને ક્યાંક કોઈ જાણ ભેદુ હોવાની શંકા સેવાઇ રહી છે ત્યારે માસૂમ ધ્રુવ હાલ કઈ હાલતમાં હશે એ કહેવું મુશ્કેલ છે આ બનાવની વધુ તપાસ હળવદ પીઆઈ પી કે દેકાવાડિયા ચલાવી રહ્યા છે.