હળવદ એ છોટા કાશી તરીકે ઓળખાય છે.અને હળવદ નાં લાડુ અને બ્રાહ્મણ જગવિખ્યાત છે.આજના ભાઈ ટેક યુગમાં પણ બ્રહ્મ ચોયૉસી માં પંગતમાં અએક સાથે નીચે બેસીને જમણવાર યોજાય છે. બ્રાહ્મણની ભોજન શાળા ખાતે પરંપરાગત યોજાતી દેવોને પણ દુર્લભ એવી ભવ્યાતિભવ્ય બ્રહ્મચોર્યાસી યોજાઇ હતી. જેમાં હળવદ બ્રહ્મ સમાજ ના લોકો તથા સાધુ સંતો અન્ય લોકોની હાજરીમાં બ્રહ્મચોર્યાસી યોજાઇ હતી .
બ્રહ્મ ચોયૉસી ના યજમાન સ્વામિનારાયણ મંદિર(બહેનોનું) ઊંઝા. પંચવટી હસ્તે સાં.બા શ્રી હંસાબા તેમજ વનિતાબા તરફ થી કરવામાં આવી હતી.આ પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિ પ.પુ. ભક્તિનંદન સ્વામી..હળવદ સ્વામિનારાયણ મંદિર ટાવરવાળું મેઈન બજાર પાવન ઉપસ્થિતી શ્રીજીસ્વરૂપ સ્વામી હળવદ નવું મંદિર,દીપકદાસજી મહારાજ, લક્ષ્મીનારાયણ મંદિર મહંત.તેમજ બ્રહ્મ સમાજ ના આગેવાન જિજ્ઞાસુ પંચોલી, અજયભાઈ રાવલ, પ્રવિણભાઇ દેરાસરી, દિપકભાઈ જોષી, વિજયભાઈ જાની, રવિન્દ્ર આચાર્ય.જીગર મહેતા.સહીતના આગેવાનો અગ્રણીઓ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.