પતંજલિ નર્સિંગ સ્કૂલ માં ANM પ્રથમ વર્ષ માં અભ્યાસ કરતી બહેનો દ્વારા શપથ સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું તેઓને હોસ્પિટલ માં પ્રેકટિસ કાર્ય શરૂ થતું હોવાથી તે પોતાના વ્યવસાય માં આગળ ડગ માંડી રહી છે ત્યારે તે પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી તેમજ જવાબદારીપૂર્વક અને પક્ષપાત વિના બજાવશે તેવા શપથ સંચાલક ડો. અલ્પેશ સિણોજીયા દ્વારા લેવડાવવામાં આવ્યા હતા.
જ્યારે આગળ જઈને સમાજને ઉપયોગી બને તથા પોતાની સેવાકીય પ્રવૃતિ સતત ચાલુ રાખે તેવી ભલામણ નર્સિંગ કોર્ષના ભીષ્મપિતામહ કહી શકાય તેવા ટંકારાથી પધારેલ રમેશભાઈ કૈલા દ્વારા કરવામાં આવી હતી અને આ પ્રસંગે બહેનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી કે અમો દરેક નાગરિકપ્રત્યે સમાન દ્રષ્ટિકોણ જાળવી રાખીશું અને હર હમેશ અમે અમારા વ્યવસાયમાં પૂરી નિષ્ઠા થી બજાવીશું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મેડિકલ ઓફિસર (RBSK) માં ફરજ બજાવતા ડો. ચાંદનીબેને હાજર રહી પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યું હતું. આ તકે તક્ષશિલા સંકુલ ના M.D ડો. મહેશભાઇ પટેલે ગુજરાતમાં સેવાકીય પ્રવૃત્તિની ભેખ ધારણ કરેલ રામબાઈ મા અને અમર મા ના જીવનની ઝાંખી કરાવી હતી. કાર્યક્રમનું સંચાલન પતંજલિ નર્સિંગ સ્કૂલમાં ફરજ બજાવતા ભારતીબેન અને ધારાબેન એ કર્યું હતું.