મોરબી જીલ્લા માં ખેડૂતો માટે આવતું વર્ષ કદાચ માઠું હશે પરન્તુ હાલ મોરબી અને હળવદ માર્કેટીંગ યાર્ડમાં નવા કપાસની આવક પુષ્કળ પ્રમાણમાં નોંધાઇ છે
જેમાં માર્કેટિંગ યાર્ડ દ્વારા આજથી કપાસની હરરાજી શરૂ કરવામા આવી હતી ત્યારેગત વર્ષના જુના કપાસનો ભાવ ૯૦૦ થી ૧૦૦૦ અને આ વર્ષના કપાસનો ભાવ ૧૦૦૦ થી ૧૨૦૦ થવાની સંભાવના નોંધાઇ છે આજે હરરાજીના મુર્હત માં જ ૨૫૫૧ રૂપિયા માં એક મણ કપાસ વેચાયો હતો ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડમાં સિઝનના કપાસની આવક શરૂ થતા શ્રીફળ વધેરી હરરાજી અને ખરીદી શરુ કરવામા આવી છે હળવદના વાવડીના ખેડૂત દોઢ મણ કપાસની હરરાજી બોલાઈ હતી જેમાં છપૈયાધીશ ટ્રેડિંગેના એજન્ટ દ્વારા કપાસ ખરીદી ૨૫૫૧ રૂપિયા મણ કરવામાં આવી છે હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક પુષ્કળ પ્રમાણમાં શરુ થઈ છે ત્યારે આગામી વર્ષમાં જો આજ રીતે વધુ વરસાદ પડ્યો તો ખેડૂતો ને મોમાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતી સર્જાઈ તેવી ભીતિ ઉભી થઈ છે