Thursday, January 16, 2025
HomeGujaratહળવદ આરએફઓના છુપા આશીર્વાદથી રેતી, જીપશમના બેફામ ખનનની ધગધગતી રજુઆતથી ખળભળાટ મચ્યો

હળવદ આરએફઓના છુપા આશીર્વાદથી રેતી, જીપશમના બેફામ ખનનની ધગધગતી રજુઆતથી ખળભળાટ મચ્યો

હળવદ અને ધ્રાંગધ્રાના સેન્ચુરી વિસ્તારમાં હળવદ આરએફઓના છુપા આશીર્વાદથી રેતનો કાળો કારોબાર કોઈ પણ રોકટોક વગર દિવસ રાત ધમધમતો હોય તથા ધ્રાંગધ્રાના નરાળી રાઉન્ડ ફોરેસ્ટર અને હળવદના ઇન્ચાર્જ આરએફઓ રેતી માફિયાઓને થાબળભાણા કરી રેત માફિયાઓ પ્રોત્સાહન આપતા હોવાના ધગધગતા આક્ષેપ સાથે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્યએ આરએફઓ ઘુડખર અભ્યારણ્ય ધ્રાંગધ્રા અને આરએફઓ ઘુડખર અભ્યારણ્ય હળવદને લેખિત રજુઆત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ પ્રવૃત્તિને તાત્કાલિક અટકાવવામાં નહિ આવે તો ઉચ્ચકકક્ષાએ રજુઆત કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

- Advertisement -
- Advertisement -

રજુઆતમાં જણાવ્યા અનુસાર નરાળી રાઉન્ડ ફોરેસ્ટર અને હળવદ આરએફઓ કે.આર. મુલતાની રહેમ નજર હેઠળ તેમના તાબાના અભ્યારણ્ય વિસ્તારમાં હળવદ રેન્જના ટીકરના રણમાં તેમજ ધ્રાંગધ્રા રેન્જના જેસડા કુડાના રણમાં અને માલવણ થળા સુલ્તાનપુર વિસ્તારની રેન્જમાં રેત માફિયાઓનો રાફડો ફાટ્યો છે. કે આર . મુલતાની રણની ખનીજ સંપદા મહામુલી રેતીની અને જીપશમની ચોરી કરતા તત્વોને પ્રોત્સાહન આપી રહ્યા છે. હળવદ અને ધ્રાંગધ્રા રેન્જની રણની કાંધીના ગામોમાં અનેક રેતીના વોશિંગ પ્લાન્ટ ધમધમી રહ્યા છે રાતના અંધારામાં દરરોજ હજારો મેટ્રિક ટન રેતી રણમાંથી ગેરકાયદેસર ઉલેચાઇ રહી છે આ પ્રવુતિ બદલ તગડા હપ્તા કટકટાવતા હોવાથી ખનીજ ચોરોને મોકળું મેદાન મળી ગયું છે. સરકારી નિયમોને નિવે મૂકી હળવદ રેન્જના ગામો રણની કાંધી ગામોમો માંથી બેફામ રેતી ચોરી થયી રહ્યી છે જે વિસ્તાર અભ્યારણ્યના વન્ય પ્રાણીઓ માટેનું અંતિમ પડાવ સ્થાન હોઈ ઘુડખર અભ્યારણ્યમાં વસવાટ કરતા અસંખ્ય વન્ય જીવોના અભ્યારણ્યમાં ગેરકાયદેસર થતી પ્રવૃતિને તાત્કાલિક અસરથી રોકવી અત્યંત જરૂરી છે.આ ગેરકાયદેસર પ્રવૃતિ થી નેચરલી હેબીટાડ વન્ય જીવોને ખલેલ પહોંચે છે. જેથી આ પ્રવુતિ અટકાવવી આવશ્યક બની ગઈ છે. આ રજૂઆત અંગે જો કોઈ અસરકારક પગલાઓ લેવામાં નહિ આવે તો આગામી સમયમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે તેમ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય છત્રસિંહ ગુંજારીયાએ રજુઆતના અંતમાં જણાવ્યું હતું.v

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!